ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પંચની ટીમ આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વિધાનસભાની ચૂંટણીને લઇને સંકેત આપ્યા છે. સીઆર પાટિલે કહ્યુ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગત વખત કરતા બે અઠવાડિયા વહેલી યોજાઇ શકે છે.
Advertisement
Advertisement
સીઆર પાટિલે વહેલી ચૂંટણી યોજાવાના આપ્યા સંકેત
સીઆર પાટિલે કહ્યુ કે, ચૂંટણીની તારીખ જાહેર કરવાની મારી પાસે સત્તા નથી પણ નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઇ જશે તેવુ મારૂ માનવુ છે. આણંદ જિલ્લાના નવા કાર્યાલયના લોકાર્પણ દરમિયાન સીઆર પાટિલે ગુજરાતમાં વહેલી વિધાનસભાની ચૂંટણી યોજાશે તેવા સંકેત આપ્યા હતા.
દિવાળી પહેલા એટલે કે 20થી 22 ઓક્ટોબરની આસપાસ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ શકે છે. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે.
ગુજરાતમાં વિધાનસભાની સ્થિતિ
ગુજરાત વિધાનસભાની 182 બેઠક છે જેમાંથી ભાજપના 111 ધારાસભ્ય છે જ્યારે કોંગ્રેસ પાસે 63 ધારાસભ્ય અને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન છે. જ્યારે અન્ય 4 અપક્ષ ધારાસભ્ય છે.
Advertisement