ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાનું મતદાન થવામાં હવે 5 દિવસ બાકી છે, ચૂંટણીને લઇને અલગ અલગ અટકળ લગાવવામાં આવી રહી છે કે ક્યો સમાજ કઇ પાર્ટીને મત આપશે અને ક્યો વિસ્તાર કઇ પાર્ટીનો ગઢ છે. એવામાં એક સવાલ એ છે કે રાજ્યના શહેરી મતદાર કઇ પાર્ટીને મત આપશે? છેલ્લી બે વિધાનસભા ચૂંટણીની પેટર્ન પર નજર કરીએ તો ખબર પડે છે કે શહેરી વિસ્તારના લોકો ભાજપને પસંદ કરતા આવ્યા છે.
Advertisement
Advertisement
શહેરી સીટો પર ભાજપનું વર્ચસ્વ
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને 99 બેઠક પર સમેટી દીધુ હતુ, જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી. ગુજરાતની 73 શહેરી બેઠકોમાંથી કેટલીક બેઠક પર જનતાએ કોંગ્રેસ પર વિશ્વાસ બતાવ્યો છે. 2017ની ચૂંટણીમાં 73 શહેરી બેઠકમાંથી ભાજપને 56 બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસ 17 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. કોંગ્રેસે વર્ષ 2012ની ચૂંટણીમાં 14 બેઠક જીતી હતી એટલે કે ગત ચૂંટણીમાં કોંગ્રેસે 3 બેઠક વધુ જીતી હતી. પાર્ટીને આ બેઠક અમદાવાદ અને રાજકોટ વિસ્તારમાં મળી હતી.
નવા મતદાર મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવશે
આ વખતે શહેરી બેઠકો પર નવા મતદાર મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી શકે છે. 2017 અને 2022માં ગુજરાતમાં વોટર્સની સંખ્યાની તુલના કરીએ તો ખબર પડે છે કે પાંચ વર્ષમાં 20માંથી 12 શહેરી વિસ્તારમાં વિધાનસભા ક્ષેત્રમાં નવા મતદારોની સંખ્યા વધી છે. નવા મતદારોના વધવાને કારણે બહારથી આવેલા લોકો હોઇ શકે છે. આ સિવાય ગુજરાતના શહેરોમાં છેલ્લા કેટલાક વર્ષમાં કેટલીક પરિયોજનાઓ શરૂ થઇ છે જેમાં રાજ્યનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને પરિવહનનો સમાવેશ થાય છે. ભાજપ આ ચૂંટણીમાં મતદારોને લલચાવવા માટે વિકાસના મુદ્દાને વારંવાર દોહરાવી રહી છે.
કોંગ્રેસે ગુજરાતમાં સરકાર બનાવવી છે તો તેને રાજ્યની શહેરી બેઠકોમાં ભાજપનું વર્ચસ્વ તોડવુ પડશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે મતની ગણતરી 8 ડિસેમ્બરે થશે.
Advertisement