ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે વધુ 6 બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપે આ પહેલા 160 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. ભાજપે ખંભાળિયા, કુતિયાણા, ધોરાજી, ભાવનગર પૂર્વ, દેડિયાપાડા અને ચોર્યાસી બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
ભાજપે 6 બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી
ભાજપે કુતિયાણા બેઠક પર ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે. કુતિયાણા બેઠક પર NCPના કાંધલ જાડેજા ચૂંટણી લડતા આવ્યા છે. જોકે, આ વખતે NCPએ કાંધલ જાડેજાને મેન્ડેટ આપ્યો નહતો. NCP- કોંગ્રેસે 3 બેઠક પર ગઠબંધન કરતા કાંધલ જાડેજા અને રેશ્મા પટેલ ભેરવાઇ પડ્યા હતા. કાંધલ જાડેજા અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે.
ભાજપે ખંભાળિયા બેઠક પર મૂળુ બેરાને ટિકિટ આપી છે, ધોરાજી બેઠક પર મહેન્દ્ર પાડલિયા, ભાવનગર પૂર્વ બેઠક પર સેજલ પંડ્યા, દેડિયાપાડા બેઠક પર હિતેશ વસાવા અને સુરતની ચોર્યાસી બેઠક પર સંદીપ દેસાઇને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે 166 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી અત્યાર સુધી 166 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. 16 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી: ભાજપના 160 બેઠક પર ઉમેદવારના નામ જાહેર, જાણો કઇ બેઠક પર કોણે મળી ટિકિટ
16 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી
ખેરાલુ (મહેસાણા), હિંમતનગર (સાબરકાંઠા), ગાંધીનગર ઉત્તર, માણસા,કલોલ,વટવા (અમદાવાદ), પેટલાદ, મહેમદાવાદ , ગરબાડા (ST), સયાજીગંજ (વડોદરા), છોટા ઉદેપુર (ST)
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે.
Advertisement