ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. મહત્વપૂર્ણ છે કે AAPએ અત્યાર સુધી 182 વિધાનસભા બેઠકમાંથી 53 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારોની પાંચમી યાદીને લઇને ટ્વિટર પર એક ટ્વીટ કર્યુ છે. જેમાં ગુજરાતમાં AAP તરફથી કહેવામાં આવ્યુ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 હેઠળ આમ આદમી પાર્ટીની પાંચમી યાદીમાં જગ્યા મેળવનારા તમામ ઉમેદવારોને શુભેચ્છા! હવે બદલાવની જરૂરત છે.
આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી
આમ આદમી પાર્ટીની યાદી અનુસાર ભૂજથી રાજેશ પંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ઇડર વિધાનસભા બેઠક પર જયંતીભાઇ પરનામીને ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદના નીકોલ અને સાબરમતી બેઠક પર પણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. નીકોલમાં અશોક ગજેરા અને સાબરમતીમાં જસવંત ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.
કોડીનારમાં વાલજીભાઇ મકવાણા, મહુધામાં રાવજીભાઇ સોમભાઇ વાઘેલા, બાલાસીનોર બેઠક પર ઉદયસિંહ ચૌહાણ, મોરવા હડફ બેઠક પર બાનાભાઇ ડામોર, ઝાલોદ બેઠક પર અનીલ ગરાસીયા અને ડેડિયાપાડા બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી પાંચમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/v0rTV0UgfD
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 16, 2022
AAPએ અત્યાર સુધી 53 ઉમેદવારના નામ જાહેર કર્યા
આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અત્યાર સુધી 53 ઉમેદવારના નામની જાહેરાત કરી છે.
Advertisement