ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષ મતદારોને લુભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 27 વર્ષથી સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાના કામ ગણાવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવી વિપક્ષી પાર્ટી સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી રહી છે. આ વખતે ચૂંટણી પ્રચારમાં ક્યા શબ્દ અને મુદ્દા ચર્ચામાં છે તેના વિશે આપણે વાત કરીએ.
મોરબી દૂર્ઘટના
મોરબીમાં 30 ઓક્ટોબરે મચ્છુ ડેમ પર બનેલો કેબલ બ્રિજ તૂટી ગયો હતો. આ દૂર્ઘટનામાં લગભગ 140 કરતા વધુ લોકોના મોત થયા હતા. આ ઘટના તાજી છે માટે આ વખતે ગુજરાત ચૂંટણી દરમિયાન આ મુદ્દો અને શબ્દ ગુંજી રહ્યો છે. વિપક્ષી પાર્ટી સત્તા પર રહેલી ભાજપ પર મૃતકોના પરિવારજનોને વળતર અને નોકરી આપવાની માંગ કરી રહ્યુ છે. હાઇકોર્ટે પણ સરકારને આ મામલે સવાલ કરીને ખખડાવ્યા હતા.
ભાજપ સરકાર પર વિપક્ષ દ્વારા બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને પૂછવામાં આવી રહ્યુ છે કે આ શું એક્ટ ઓફ ગોડ અથવા એક્ટ ઓફ ફ્રૉડ છે. પીએમ મોદીએ 2016માં કોલકાતામાં એક ફ્લાઇ ઓવર તૂટી પડતા કેટલાક લોકો માર્યા ગયા બાદ પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને ઘેરતા પૂછ્યુ હતુ કે આ એક્ટ ઓફ ગૉડ અથવા એક્ટ ઓફ ફ્રૉડ છે.
जब बंगाल में पुल गिरा था, तब भारत के प्रधानमंत्री ने ये ‘घटिया’ और ‘बेशर्मी’ वाला बयान चुनावों के दौरान चंद वोटों के लालच में दिया था,
क्या आज प्रधानमंत्री इसी भाषा का इस्तमाल करेंगे? pic.twitter.com/t4GOFABiet
— Srinivas BV (@srinivasiyc) October 30, 2022
ગુજરાત પહોચ્યુ ‘બાબાનું બુલડોઝર’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૂરતમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરવા પહોચ્યા હતા, તેમની સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બુલડોઝરની પણ એન્ટ્રી થઇ ગઇ. અહી ચૂંટણી પ્રચાર દરમિયાન યૂપી સ્ટાઇલમાં બુલડોઝર જોવા મળ્યુ હતુ. સૂરતના ગોડદરા વિસ્તારમાં સીએમ યોગી જનસભા સંબોધિત કરી રહ્યા હતા, ત્યા જનસભા પહેલા ભાજપ કાર્યકર્તા સવારથી જ બુલડોઝર લઇને પહોચી ગયા હતા.
શ્રદ્ધા-આફતાબ કેસ સાથે લવ જેહાદ અને કૉમન સિવિલ કોડ
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા ગુજરાત અને હિમાચલ પ્રદેશ ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક છે. કચ્છમાં એક રેલીને સંબોધિત કરતા આસામના મુખ્યમંત્રીએ લોકોને ચેતવણી આપતા કહ્યુ કે જો દેશમાં કોઇ મજબૂત નેતા ના હોત તો આફતાબ અમીન પૂનાવાલા દરેક શહેરમાં પેદા થશે અને આપણે પોતાના સમાજની રક્ષા નહી કરી શકીએ. મુખ્યમંત્રીએ કહ્યુ કે આફતાબ મુંબઇથી શ્રદ્ધા બહેનને લઇને આવ્યો અને લવ જેહાદના નામ પર તેના 35 ટુકડા કરી નાખ્યા અને શબ ક્યા રાખ્યુ? ફ્રીઝમાં, અને જ્યારે શરીર ફ્રીઝમાં હતુ ત્યારે તે બીજી મહિલાને ઘરે લઇને આવ્યો અને તેની સાથે ડેટિંગ શરૂ કરી દીધુ. જો દેશ પાસે એક શક્તિશાળી નેતા નથી, જે દેશને પોતાની માં માનતો હોય તો આવા આફતાબ દરેક શહેરમાં પેદા થશે અને આપણે પોતાના સમાજની રક્ષા નહી કરી શકીએ.
ધનસુરામાં પણ એક સભાને સંબોધિત કરતા આસામના મુખ્યમંત્રીએ શ્રદ્ધા હત્યાકાંડનો ઉલ્લેખ કર્યો હતો, તેમણે દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડનો ઉલ્લેખ કરતા કહ્યુ કે દેશને લવ જેહાદ વિરૂદ્ધ એક કડક કાયદાની જરૂર છે.
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ આ ચૂંટણી સભામાં કૉમન સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા પર ભાર આપ્યો અને કહ્યુ કે મહિલાઓનું સમ્માન થવુ જોઇએ. ઘરમાં જો 1 પુત્ર અને એક દીકરી છે તો બન્નેને એક સમાન અધિકાર મળવો જોઇએ. દેશમાં સમાન નાગરિક સંહિતા જોઇએ અને આ માત્ર ભાજપ લાવી શકે છે, કોંગ્રેસ નથી લાવી શકતી. એક વ્યક્તિ દેશમાં 2-3 લગ્ન કરી લે છે. તમે કેમ આટલા લગ્ન કરશો. દેશમાં જો હિન્દૂ એક લગ્ન કરે છે તો બાકી ધર્મના લોકોએ પણ એક જ લગ્ન કરવા પડશે, માટે હું કહુ છુ કે દેશને સમાન નાગરિક સંહિતા કાયદો જોઇએ.
સદ્દામ હુસૈન
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ અમદાવાદમાં એક જનસભા દરમિયાન કહ્યુ હતુ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પૂર્વ ઇરાકી તાનાશાહ સદ્દામ હુસૈન જેવા દેખાય છે. સારૂ હોત કે તે સરદાર પટેલ, જવાહરલાલ નેહરૂ કે મહાત્મા ગાંધીની જેમ પોતાનું રૂપ બદલતા.
ઔકાત
કેટલાક દિવસ પહેલા કોંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રીએ કહ્યુ કે મોદી ક્યારેક પટેલ (સરદાર પટેલ) ના બની શકતા. મિસ્ત્રીએ પીએમ મોદી પર પ્રહાર કરતા ઔકાત શબ્દનો ઉલ્લેખ કર્યો હતો, તે બાદ વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધતા મિસ્ત્રીના નિવેદન પર પલટવાર કર્યો હતો. મોદીએ કહ્યુ, તે કહે છે ઔકાત બતાવી દઇશુ, હું કહું છુ કે મારી કોઇ ઔકાત નથી. અમારી ઔકાત માત્ર સેવા આપવાની છે. તે રાજ ખાનદાનના છે અને અમે સેવાદાર છીએ. ભાજપે આ નિવેદનને ચૂંટણી મુદ્દો બનાવી દીધો હતો.
પેપર લીક, સરકારી પરીક્ષા અને બેરોજગારી
કેટલીક વખત સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાના સમાચાર સામે આવ્યા છે. પરીક્ષા રદ થતા યુવા પ્રભાવિત છે. અન્ય સરકારી ભરતીમાં મોડુ થવાનો મુદ્દો પણ ચૂંટણી રેલીમાં જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા ઇન્દ્રવિજય સિંહ ગોહિલે કહ્યુ કે 2014થી અત્યાર સુધી રાજ્યમાં 20 પરીક્ષાના પેપર લીક થઇ ગયા છે. વારંવાર પેપર લીક થતા ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે મહેનત કરી રહેલા યુવાઓની આશા તૂટી ગઇ છે.
ઇન્દ્રવિજય સિંહ ગોહિલે રોજગારનો મુદ્દો ઉઠાવતા કહ્યુ કે ગુજરાતમાં 40 લાખ યુવા બેરોજગાર છે. યુવાઓનું માત્ર શોષણ થાય છે. બેરોજગારી વિરૂદ્ધ યુવા આંદોલન અને સંઘર્ષ કરી રહ્યા છે પરંતુ તેમણે કોઇ સાંભળતુ નથી.
આ પણ વાંચો: ગુજરાત: હાંસિયામાં ધકેલાઈ ગયેલા મુસ્લિમો અને તેમની રાજકીય ભાગીદારી!
ખેડૂતોનો મુદ્દો
રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી વધારે વરસાદને કારણે ખેડૂતોનો પાક ખરાબ થઇ ગયો છે. એમ કહેવામાં આવે છે કે સરકાર તરફથી વળતર ના મળતા ખેડૂત નારાજ છે. ખેડૂતોએ તેને લઇને આંદોલન પણ ચલાવ્યુ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત તેના દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યુ છે.
શિક્ષણ, સ્વાસ્થ્ય અને વિજળી
જ્યા આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે સત્તામાં આવવા પર તે દિલ્હી અને પંજાબની જેમ મફત વિજળી, મોહલ્લા ક્લીનિક અને સારી સ્કૂલ આપશે. બીજી તરફ કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં 300 યૂનિટ મફત વિજળી આપવાની વાત કરી છે. ગુજરાતમાં વિજળીના દર દેશમાં સૌથી વધુ દરમાંથી એક છે.
મોંઘવારી
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, બન્ને દળ સત્તાધારી ભાજપ પાર્ટીને મોંઘવારીના મુદ્દા પર ઘસેડી રહ્યા છે.