ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 1621 મહિલા ઉમેદવારોમાંથી મહિલાનું પ્રમાણ 138 હતું. આ પૈકી 16 મહિલા ઉમેદવાર વિજય મેળવવામાં સફળ રહ્યાં છે. જેમાંથી ભાજપની 15 અને કોંગ્રેસની 1 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 13 મહિલા ઉમેદવાર ચૂંટાઇ હતી.
Advertisement
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 17, કોંગ્રેસે 13, આમ આદમી પાર્ટીએ 7 મહિલા ઉમેદવારને ટિકીટ આપી હતી, 55 મહિલાઓએ અપક્ષ તરીકે ઝૂકાવ્યું હતું. ભાજપની 15, કોંગ્રેસની 1 મહિલા ઉમેદવારના વિજય થયા હતા જ્યારે ‘આપ’ ની એક પણ મહિલા ઉમેદવાર વિજય મેળવી શકી નહોતી.
કોંગ્રેસમાંથી વિજય મેળવનારા એકમાત્ર મહિલા ઉમેદવાર બનાસકાંઠાની વાવ બેઠકનાં ગેનીબેન ઠાકોર છે. મહિલા ઉમેદવારોમાંથી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી લડી રહેલાં ડો. દર્શિતા શાહે સૌથી વધુ 1.05 લાખ મતના અંતરથી જીત મેળવી હતી. કુલ 9 મહિલા ઉમેદવારોનો 50 હજાર કરતાં વધુ મતનાં અંતરથી વિજય થયો હતો.
વિધાનસભામાં 16 મહિલા ઉમેદવાર હોય તેવું અગાઉ 1985, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં બન્યું છે. જેમાં 1985માં 42, 2007માં 88 અને 2012માં 97 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. વિધાનસબાની ચૂંટણીના ઈતિહાસમાં કુલ 127 મહિલા ધારાસભ્યો ચૂંટાઇ છે. આમ, સ્ત્રી સશક્તિકરણના દાવા વચ્ચે વિધાનસભામાં મહિલા ઉમેદવારોનું પ્રમાણ હજુ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે.
Advertisement