Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યનો ગૃહ વિભાગ સૌથી વધારે ભ્રષ્ટ, એસીબીએ ભ્રષ્ટાચારના સૌથી વધુ 52 કેસ નોંધ્યા

રાજ્યનો ગૃહ વિભાગ સૌથી વધારે ભ્રષ્ટ, એસીબીએ ભ્રષ્ટાચારના સૌથી વધુ 52 કેસ નોંધ્યા

0
130

કોરોના કાળમાં પોણા બસોથી પણ વધારે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા

અમદાવાદઃ એસીબીના(Gujarat ACB news) ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં રાજ્યનો ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ વિભાગ તરીકે ઉભરી આવ્યો છે. ચાલુ વર્ષે એસીબીએ ભ્રષ્ટાચાર વિરોધી નોંધેલા કુલ કેસોમાં ગૃહવિભાગ સામે સૌથી વધુ 52 કેસ નોંધ્યા છે.

એસીબીએ તેના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં (Gujarat ACB news) કૃષિ અને સહકાર વિભાગ સામે 13, પંચાયત તથા ગૃહનિર્માણ વિભાગ સામે 25, ગૃહ વિભાગ સામે 52 અને મહેસૂલ વિભાગ સામે 24 કેસ નોંધ્યા છે. આમ ગૃહ વિભાગ સામે સૌથી વધારે લાંચિયો પુરવાર થયો છે.

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 27 સરકારી વિભાગના પોણા બસોથી (Gujarat ACB news) પણ વધારે કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. લાંચની આ રકમ 65,78,380 રૂપિયાને વટાવી જાય છે. આ ફક્ત પકડાયેલા અધિકારીઓની જ વાત છે, આ અંગે એવું કહેવાય છે કે આ આંકડો તો ભ્રષ્ટાચારની હિમશિલાની ટોચ સમાન છે.

આ પણ વાંચોઃ કોરોનાથી 43.9% લોકો તણાવ, 39.6% ગુસ્સાથી અને 42.9% ઉદાસીનતાથી પીડિત જોવા મળ્યા- GTU સર્વે

માણસ લૂંટાય છે ત્યારે બધી બાજુથી લૂંટાય છે તે વર્ષ 2020માં (Gujarat ACB news) સાબિત થઈ ગયું છે. એકબાજુએ કુદરતે કોરોનાના રોગચાળાના સ્વરૂપમાં લોકોની સ્થિતિ બગાડવામાં કોઈ કસર રાખી નથી તો રાજ્યના સરકારી વિભાગોએ આ સમયગાળામાં પણ તોડ કરવામાં જરા પણ કચાશ રહેવા દીધી નથી.

આ દર્શાવે છે કે કપરી પરિસ્થિતિમાં પણ અધિકારીઓએ લોકોના કામ (Gujarat ACB news) કરવાના બદલે પોતાનું ઘર ભરવાનું વધારે મુનાસિબ માન્યું છે. જો કે કપરી સ્થિતિમાં અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ છેવટે ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (એસીબીના આંખે) ચઢી ગઈ હતી.

આ દર્શાવે છે કે સરકાર દ્વારા પૂરો પગાર ચૂકવાતો હોવા છતાં પણ (Gujarat ACB news) સરકારી બાબુઓને ભ્રષ્ટાચાર વગર ચાલતું નથી. લાંચ લેતા અધિકારીઓના ક્રમ મુજબ જોઈએ તો ટોચના સ્તરે એટલે કે વર્ગ એકના છ, વર્ગ બેના 35, વર્ગ ત્રણના 136ની સાથે વર્ગ ચારના ત્રણ કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. કેટલાય અધિકારીઓ તો મળતિયાઓ દ્વારા લાંચ લેતા પકડાયા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9