Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING : અમદાવાદ ગ્રામ્યના ASP સહિત 7 DYSPની ગૃહ વિભાગે બદલી કરી

BREAKING : અમદાવાદ ગ્રામ્યના ASP સહિત 7 DYSPની ગૃહ વિભાગે બદલી કરી

0
473

અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર : રાજ્ય સરકારે અમદાવાદ ગ્રામ્યના ધોળકા ડિવિઝનના ASP નિતેશ પાંડે સહિત 7 DYSPની બદલી (gujarat DYSP transfers) ના હુકમો કર્યા છે. ધોળકા ડિવિઝનના ASP નિતેશ પાંડેને જામનગર શહેરમાં ASP બનાવવામાં આવ્યાં છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન ASP દિપેન ભદ્રને જામનગર જિલ્લામાં એક ખાસ ટાસ્ક સાથે મૂકવામાં આવ્યાં છે. જામનગર જિલ્લા SP તરીકેનો કાર્યભાળ સંભાળ્યા બાદ IPS દિપેન ભદ્રને જામનગર જિલ્લા પોલીસ દળમાં બદલીઓનો દોર ચલાવ્યો હતો. જામનગર SPની મદદમાં રાજ્યના ગૃહવિભાગે અમદાવાદ ગ્રામ્યના ધોળકા ડિવિઝનના ASP નિતેશ પાંડેની ASP તરીકે બદલી કરી છે. ASP નિતેશ પાંડે 2017ની બેંચના ips છે. તેમનો પ્રોબેશનર ASP તરીકે વર્ષ અગાઉ અમદાવાદ ગ્રામ્યના ધોળકા ડિવિઝનમાં મૂકવામાં આવ્યાં હતાં. તેમની જામનગર ASP તરીકે બદલી કરીને તેમની જગ્યાએ ભાવનગરના પ્રોબેશનર DYSP રીના રાઠવાને ધોળકા ડિવિઝનના DYSP તરીકે નિમણૂંક કરી છે.

સરકારે બીજા 6 DYSPની બદલી (gujarat DYSP transfers) ના હુકમો પણ કર્યા છે. તેમાં જામનગર શહેરના DYSP એ.પી જાડેજાને લાંચરૂશ્વત વિરોધી બ્યુરો રાજકોટમાં મદદનીશ નિયામક તરીકે મૂકવામાં આવ્યાં છે. રાજકોટ લાંચરૂશ્વત વિરોધી બ્યુરોના મદદનીશ નિયામક એચ.પી દોશીની સુરેન્દ્રનગર DYSP તરીકે નિંમણૂંક કરી છે. ડાંગ હેડક્વાર્ટરના DYSP આર.ડી કવાની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ વડોદરામાં DYSP બનાવ્યાં છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના એસ.સી, એસ.ટી સેલના DYSP પી.જી પટેલને ડાંગ જિલ્લાના હેડક્વાર્ટર DYSP બનાવ્યા છે અને મોરબી જિલ્લાના એસ.સી, એસ.ટી સેલના DYSP એમ.આઇ પઠાણને મોરબી હેડક્વાર્ટર DYSP તરીકે નિમણૂંક આપી છે.

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે પેટાચૂંટણી થવાની છે. કેન્દ્રીય ચૂંટણીપંચે 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની આગામી 3જી નવેમ્બરે ચૂંટણી યોજાશે તે પહેલાં રાજ્ય સરકારે DYSPની બદલી (gujarat DYSP transfers) ના હુકમો કર્યાં હતાં.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસી MLAના રાજીનામાં બાદ ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરે By Election