Gujarat Exclusive > The Exclusive > Breking: વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાંથી કોને-કોને મળી શકે છે ટિકિટ

Breking: વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાંથી કોને-કોને મળી શકે છે ટિકિટ

0
52

ગાંધીનગરઃ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર 8 ધારાસભ્યો માંથી માત્ર 5 ધારાસભ્યોને ભાજપ (guj-byelection-bjp-congress)વિધાનસભાની પેટાચૂંટણીની ટિકિટ આપશે, જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને મોરબી ધરસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે. જ્યારે ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રવીણ મારુના સ્થાને પૂર્વે મંત્રી આત્મારામ પરમારને ટિકિટ મળી શકે છે.

કોંગ્રેસની નિરીક્ષકો સાથે બેઠક

ગુજરાતની આઠ બેઠકોની પેટાચુંટણી જાહેર થતાંની સાથે જ રાજકીય પક્ષોમાં ગરમાવો તથા ધમધમાટ ચાલુ થઇ ગયો છે. આજે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં કોંગ્રેસના હોદ્દેદારોની નિરીક્ષકો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાંચેક બેઠકોની પેનલના નામોની ચર્ચા થઇ છે. આવતીકાલે પણ આ બેઠક યથાવત રહેશે.

આ પણ વાંચોઃ પેટાચૂંટણીઃ કોના પાપે કોરોના કાળમાં ચૂંટણીનો ખર્ચ ભોગવશે ગુજરાત

ભાજપે નિરીક્ષકો સાથે અગાઉ જ કરી લીધી હતી ચર્ચા

ત્યારબાદ તમામ બેઠકોની પેનલના નામો દિલ્હી પાર્લામેન્ટ બોર્ડને મોકલવામાં આવશે. તે જ રીતે ભાજપમાં તો ઘણાં સમય અગાઉ જ નિરીક્ષકો સાથે ચર્ચાઓ થઇ ગઇ હતી. તેમાં પાંચ કોંગ્રેસમાંથી આયાતી ધારાસભ્યોને જ રીપીટ કરવામાં આવે તેવી સંભાવના છે. તેમાંય હાલ વધુ એક ધારાસભ્યને પણ રીપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ જણાઇ રહી છે. તેમાં ડાંગનું નામ ઉમેરાયું છે. (guj-byelection-bjp-congress)તેઓએ પણ મોવડીમંડળને યાદી મોકલી આપશે. તેના પર મોવડીમંડળ દ્રારા નામો પર મંજુરીની મ્હોર મારવામાં આવશે.

ભાજપના સંભવિત ઉમેદવારો

પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યો જેમ કે અબડાસાના પદ્યુમનસિહ જાડેજા, કરજણના અક્ષય પટેલ, મોરબીમાં બ્રિજેશ મીરઝા, ધારીમાં જે.વી. કાકડીયા, કપરાડામાં જીતુ ચૌધરીને (guj-byelection-bjp-congress)ટિકીટો આપવામાં આવે તેવું લગભગ નક્કી જેવું છે. જયારે પાછળથી હાલ ડાંગની બેઠક પર પણ મંગળ ગાવિતને ભાજપનો ચહેરો બનાવવામાં આવે તેવી ચર્ચા છે. બાકી ગઢડામાં આત્મારામ પરમાર તથા લીંબડીમાં કિરીટસીંહ રાણાનું નામ ચર્ચામાં છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોંગ્રેસી MLAના રાજીનામાં બાદ ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરે By Election

કોંગ્રેસના સંભવિત ઉમેદવારો

તે જ રીતે કોંગ્રેસમાં અબડાસામાં વિસનજીત પાટાણી, રામદેવસિંહ જાડેજા, પી.સી. ગઢવી, નવલસીંહ જાડેજા, રમેશભાઇ પટેલ ( ધોળુ) ચર્ચામાં છે. જયારે મોરબીની બેઠક માટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા, જયંતિ પટેલ, લીંબડીમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ધોળીયા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચેતન ખાચર, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ભગીરથસીંહ રાણાના નામો તથા ગઢડા જગદીશ ચાવડા, મોહન સોંલકી તથા મુકેશ શ્રીમાળી તેમ જ ધારીની બેઠક માટે અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જૈની ઠુમ્મુર, કોશિક કોટડીયા જયારે ડાંગમાં સૂર્યકાન્ત ગાવિત, ડાંગ તાલુકા પંચાયતના સભ્ય અને મુકેશ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના સભ્ય ચંદા ગાવિત ઉપરાંત કરજણમાં કિરીટસીંહ જાડેજા, હિતેષ પટેલ, વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલાબેન ઉપાધ્યાયની ચર્ચા છે.