Gujarat Exclusive > ગુજરાત > કાર ધડાકાભેર ટકરાઈ અને એક સાથે ત્રણ જિંદગી ઓલવાઇ

કાર ધડાકાભેર ટકરાઈ અને એક સાથે ત્રણ જિંદગી ઓલવાઇ

0
141

રાજ્યમાં બે દિવસમાં માર્ગ અકસ્માતમાં બે દિવસમાં સાતના મોત

અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતમાં બે દિવસમાં સાત જિંદગી ઓલવાઈ ગઈ છે. આજે શુક્રવારે મહેસાણા ખેરાલુ હાઇવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં કાર ઝાડ સાથે ટકરાતા ત્રણ જિંદગી ઓલવાઇ ગઈ છે. જ્યારે ગઇકાલે ભરૂચમાં થયેલા અકસ્માતમાં ચારના મોત થયા હતા. કાર ઝાડ સાથે ધડાકાબેર ટકરાતા તેમા આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માત વહેલી સવારે થયો હતો.

સ્થાનિકોની મદદથી કાર ચાલક સહિત એક મહિલાને બચાવી લેવાઈ હતી. કારને સેન્ટ્રલ લોક લાકી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. કારમાં આગ લાગવાની લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તેના પછી ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. કારમાં આગ શોટ સર્કિટના લીધે લાગી હોવાનું મનાય છે.

આ પણ વાંચોઃ ગાંધી જયંતિ વિશેષ: જ્યારે સોમનાથ મંદિરને લઈને સરદાર પટેલે ‘બાપુ’ની સલાહ સ્વીકારી

મૂળ વડનાગરના કરહબટિયા ગામનો પરિવાર અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે ખેરાલુ પાસે કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગ્યા બાદ લોક થઈ જતા અંદર બેસેલા લોકો ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં કાર ચાલક રાકેશભાઈ રણછોડભાઈ અને પત્ની વર્ષાબહેન રાકેશભાઈને મહેસાણા સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે તેમની બે દીકરીઓ હેની અને અસ્તા અને તેમની માતા અંબાબેન રણછોડભાઈના આ ઘટનામાં મોત થયા છે.

આ પહેલા ગઈકાલે ભરૂચ ખાતે ફક્ત ગાડીનો પીછો કરવા માટે ઝડપથી ગાડી ચલાવવાના લીધે થયેલા અકસ્માતમાં ચાર જણાના મોત થયા હતા. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ઝરણાવાડી ગામના ગણેશ વસાવા અને તેમના બનેવી સતીશ વસાવાનો પરિવાર નેત્રંગથી ઝરણાવાડી જઈ રહ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં ભાઇગીરી કરનારા સાવધાન, ઇતિહાસમાં પ્રથમ વાર 75 માથાભારે શખ્સોની પાસા હેઠળ અટકાયત

તે સમયે સામેથી આવતી ગાડીએ ગણેશભાઈની ગાડી પર ડીપર મારતા તે ગાડીનો પીછો કરવા ગણેશભાઈએ ઝડપતી ગાડી ચલાવી હતી. તે વખતે કંબોડિયાના ટર્નિંગ પર ગણેશ વસાવાએ સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા કાર બે ઝાડ સાથે ધડાકાભેર અટકાઈને પલ્ટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં કારની ઝડપના લીધે તેમા બેઠેલા બધા લોકો કારની બહાર ફંગોળાયા હતા.

આ ઘટનામાં ઝરણાવાડીના નિર્મળ વસાવા, બાજુબહેન ગણેશ વસાવા, સુરત માંગરોળના ભીલવાડાના નીતાબહેન સતીષ વસાવા અને રાકેશ વસાવાના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.