Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકારનો મોટો નિર્ણય, લાખો વિદ્યાર્થીઓને કરાશે નાપાસ

ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકારનો મોટો નિર્ણય, લાખો વિદ્યાર્થીઓને કરાશે નાપાસ

0
4681

ગુજરાતમાં આ વર્ષે અંદાજે 2.5 થી 2.7 લાખ બાળકો આગળના વર્ગમાં નહી જઈ શકે. માનવામાં આવી રહ્યું છે કે, આવું રાજ્યમાં શિક્ષણના અધિકાર (RTE) કાયદામાં ગત મહિને કરવામાં આવેલા સંશોધન લાગુ કરવાના નિર્ણયને કારણે થશે.

સંસદમાં આ વર્ષે જ જાન્યુઆરીમાં RTE કાનૂનમાં સંશોધન બિલ પાસ કરવામાં આવ્યું હતું. જેમાં “નો ડિટેન્શન પોલિસી” સાથે સંકળાયેલ સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યોને અધિકાર આપવામાં આવ્યો હતો કે, નબળા વિદ્યાર્થીઓને એજ વર્ગમાં રાખવા કે તેમને આગળના વર્ગમાં મોકલવા છે. આ સબંધમાં તે પોતાની રીતે નિર્ણય લઈ શકે છે.

ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગત મહિને પોતાના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે, સરકાર હાલના શૈક્ષણિક સ્તર પર ધોરણ 5 થી 8માં ફેલ થનાર વિદ્યાર્થીઓને એજ ક્લાસમાં રાખશે.

જાન્યુઆરીમાં સંશોધન પાસ થયા બાત ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર લાંબા સમયથી માંગ કરી રહી હતી. જે માર્ચ-એપ્રિલ 2020ની વાર્ષિક પરીક્ષાતી લાગુ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, બાળકોને નાપાસ નહી કરવાની નીતિને કારણે રાજ્યમાં બાળકોના શિક્ષણનું સ્તર કથળ્યું છે. જેની સીધી અસર રાજ્યના બોર્ડની પરીક્ષાના પરિણામો પર પણ પડી છે.

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સંશોધન બાદ નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેનાથી બોર્ડની પરીક્ષાના પરિણામોમાં સુધારો થશે. આ નિર્ણય બાદ ધોરણ 5 થી 8 સુધીના 30 થી 30 ટકા બાળકોને તેમના હાલના વર્ગમાં જ રોકી લેવામાં આવશે.

સામાન્ય પરિવારમાં જન્મેલ રવિન્દ્ર જાડેજા વિશ્વનો સફળ ઓલરાઉન્ડર કેવી રીતે બન્યો?