Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત એક્સક્લૂઝિવના ટ્વીટર ટ્રેન્ડ #SaveGujaratStudent થી સરકારની આંખો ખોલો

ગુજરાત એક્સક્લૂઝિવના ટ્વીટર ટ્રેન્ડ #SaveGujaratStudent થી સરકારની આંખો ખોલો

0
502

ગાંધીનગર: ગુજરાતમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં આચરવામાં આવેલી ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યભરના વિદ્યાર્થીઓ પાટનગર પહોંચીને સરકાર અને પોલીસ વિરૂદ્ધ સુત્રોચાર પોકારી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે ગુજરાત એક્સક્લૂઝિવ આગળ આવીને #SaveGujaratStudent શરૂ કરી હતી. જેમને વિદ્યાર્થીઓને બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે અને ટ્વીટર પર હાલ તે ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે, તો તમે પણ વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે #SaveGujaratStudent નો ઉપયોગ કરીને સરકાર અને “મૌન” સેવા મંડળની આંખો ખોલો, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ના થાય અને બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં જે ગેરરીતિઓ આચરવામાં આવી છે, તેની તટસ્થ તપાસ થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે.

જણાવી દઈએ કે, બિનસચિવાલય ક્લાર્કના પરિક્ષા માટેના ઉમેદવારોના આંદોલનને ખાળવા માટે આજે ગાંધીનગરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાત વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠી ચાર્જ કર્યો હોવાની માહિતી પણ મળી છે. આ સિવાય કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ‘પરીક્ષા રદ્દ, નહીં તો સરકાર રદ્દ’ના સુત્રોચાર કરતા પોલીસે તેમને ડિટેઈન કરવાનું શરૂ કર્યું હતું. ઉમેદવારોના સમર્થનમાં આવેલા ધારાસભ્ય કિરીટ પટેલની પણ અટકાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ભરતી પરીક્ષામાં પારદર્શિતા લાવવાની માંગ કરી છે.

‘અમે આતંકવાદી નથી વિદ્યાર્થી છીએ, સરકાર અમને સાંભળો અને ન્યાય કરો’, વિદ્યાર્થીઓનો ગાંધીનગરમાં આક્રોશ