Gujarat Exclusive > The Exclusive > GTUના મેરીટ બેઝ માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે

GTUના મેરીટ બેઝ માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે

0
71
  • GTU દ્વારા મેરિટ બેઝ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે
  • યુનિવર્સિટી દ્વારા 26મી ઓક્ટોબરના રોજ પરીક્ષા યોજાશે
  • અંદાજે 600 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અમદાવાદ : GTU દ્વારા મેરિટ બેઝ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. મેરિટ બેઝ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક અપાઇ છે. જેનાં માટે યુનિવર્સિટી દ્વારા 26મી ઓક્ટોબરના રોજ પરીક્ષા યોજાશે. અંદાજે 600 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને જિલ્લા પ્રમાણે 32 કેન્દ્રો પર આ પરીક્ષા ઓફલાઇન મોડમાં લેવાશે. (GTU students exam)

આ પણ વાંચો: સી-પ્લેન આજે અમદાવાદમાં : દિલ્હીનું ભાડું રૂ.2500 આસપાસ પરંતુ કેવડિયાનું ભાડું જાણી ચોંકી જશો

નોંધનીય છે કે, પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં 400 ડિગ્રી અને 200 ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. મહત્વનું છે કે, કેટલાંક વિદ્યાર્થીઓની 3જી નવેમ્બરે પણ પરીક્ષાનું આયોજન હતું, પરંતુ ચૂંટણીનાં કારણે 3 તારીખની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. જ્યારે અન્ય તમામ પરીક્ષા રાબેતા મુજબ જ લેવાશે. તમને જણાવી દઇએ કે GTUએ એકથી સાત સેમેસ્ટરનાં ડિગ્રી એન્જિનિયરિંગમાં 2 લાખ 60 હજાર અને ડિપ્લોમા એન્જિનિયરિંગના 3 લાખ 71 હજાર વિદ્યાર્થીઓને મેરીટ બેઝ માસ પ્રમોશન આપ્યું હતું. (GTU students exam)

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે UGCની ગાઈડલાઈન મુજબ અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓ સિવાય અન્ય વિદ્યાર્થીઓને મેરીટ બેઝ માસ પ્રમોશન આપવામાં આવ્યાં હતાં. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એ રાજ્યની પ્રથમ એવી યુનિવર્સિટી છે કે જે મેરીટ બેઝ માસ પ્રમોટ કરાયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેશે. (GTU students exam)

આ પણ વાંચો: કોરોનાની અસર: 3000 વાહનોનું વેચાણ, સંક્રમણથી બચવા ફૉર-વ્હીલર વધારે વેચાઈ