Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > GTUનો 10મો પદવીદાન સમારંભ 18 જાન્યુઆરીએ યોજાશે

GTUનો 10મો પદવીદાન સમારંભ 18 જાન્યુઆરીએ યોજાશે

0
76
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પદવીદાન સમારંભ ખુલ્લો મુકાશે
  • 106511 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે.
  • પદ્મવિભૂષણ ડૉ. ક્રિષ્નાસ્વામી કસ્તુરીરંગન દિક્ષાંત પ્રવચન આપશે

ગાંધીનગર: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(GTU)નો 10મો પદવીદાન સમારંભ તારીખ 18 જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમની શરૂઆતમાં NCC કૅડર દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવશે.

કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 10માં પદવીદાન સમારંભને ખુલ્લો મૂકવામાં આવશે.

કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ દ્વારા GTUનો વાર્ષિક અહેવાલ પણ રજૂ કરવામાં આવશે. રાજસ્થાન કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને એનઆઈઆઈટીના કુલાધિપતિ પદ્મવિભૂષણ ડૉ. ક્રિષ્નાસ્વામી કસ્તુરીરંગન દિક્ષાંત પ્રવચન આપશે.

GTUના 10માં પદવીદાન સમારંભમાં જુદા-જુદા કોર્સના અંદાજે 1,06, 511 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. જેમાંથી 132 વિદ્યાર્થીઓને ગૉલ્ડ મેડલ તથા 51 વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડિગ્રી એનાયત કરવામાં આવશે.

આ પણ વાંચો: વ‌ૅક્સીનેશન અભિયાન પર કોંગ્રેસ નેતાએ ઉઠાવ્યા સવાલ- ‘સરકારના મંત્રીઓએ કેમ ના લીધી રસી?’

GTUની પરંપરા મુજબ નવીન સાહસને પ્રોત્સાહન આપવા બાબતે શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કર્તાને પણ આ વર્ષે ગૉલ્ડ મેડલ આપીને સન્માનવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે પદવીદાન સમારંભ યોજવામાં આવશે. જેમાં પી.એચડી અને ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને રૂબરૂમાં ડિગ્રી એનાયત કરવામાં આવશે . જ્યારે અન્ય વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પદવી એનાયત કરવામાં આવશે.

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અતિથિ વિશેષ તરીકે અને રાજસ્થાન કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને એનઆઈઆઈટીના કુલાધિપતિ પદ્મવિભૂષણ ડૉ. ક્રિષ્નાસ્વામી કસ્તુરીરંગન , મુખ્ય અતિથિ પદે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમા, રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે , ટેક્નિકલ શિક્ષણના મુખ્ય સચિવ અંજુ શર્મા તથા જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર હાજર રહેશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9