Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ફાફડા બનાવવાની ઝંઝટમાંથી મુક્તિ, GTU દ્વારા બનાવવામાં આવી મશીન

ફાફડા બનાવવાની ઝંઝટમાંથી મુક્તિ, GTU દ્વારા બનાવવામાં આવી મશીન

0
840
  • GTUના સ્ટાર્ટઅપકર્તા દ્વારા સ્વયંમ સંચાલિત ફાફડા મશીન બનાવવામાં આવ્યું.

  • 1 કલાકમાં 15 કિલોથી વધુ ફાફડાનું ઉત્પાદન કરી શકે છે.

અમદાવાદ: દશેરાના દિવસે ગુજરાતીઓ કરોડો રૂપિયાના ફાફડાં ઝાપટી જાય છે. આ ફાફડાં સૌરાષ્ટ્રમાં સવારનો નાસ્તો ગણાય છે. પરંતુ હવે તો ગુજરાતમાં ઠેક ઠેકાણે ગરમાગરમ ફાફડાં લોકો આરોગવા લાગ્યા છે. આ ફાફડાં બનાવવા અંગે અનેક આક્ષેપો લોકો દ્વારા થતાં આવ્યા છે. ત્યારે GICના સ્ટાર્ટઅપકર્તા વિદ્યાર્થીઓએ ફાફડાં ઉત્પાદન માટેનું મશીન બનાવ્યું છે. આ મશીનના કારણે હવે લોકો ઈચ્છે તો ઘરે પણ બનાવી શકશે. GTU

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર બનવાની ટહેલ નાંખી હતી. જેને લઇને આ વિદ્યાર્થીઓએ આત્મનિર્ભરતાનું ઉદાહરણ પુરું પાડયું છે.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(GTU) સંચાલિત જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવા-નવા સંશોધન દ્વારા સમાજને ઉપયોગી અનેક પ્રકારના ઉપકરણોનું નિર્માણ કરવામાં આવે છે. તાજેતરમાં જ જીઆઈસીના સ્ટાર્ટઅપ કર્તા જગદીશ ગોંડલિયા, હિરેન ત્રાપસીયા અને કિશન વગાસીયાએ સ્વયં સંચાલિત ફાફડા ઉત્પાદન માટેનું મશીન બનાવ્યું છે.

આ પણ વાંચો: કોવિડ-19 રાહત પેકેજઃ ગુજરાતને કેન્દ્રએ 85 કરોડની ચૂકવણી કરવાની બાકી

મિલેનિયમ સ્ટાર્ટઅપના કિશન વગાસીયાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરીને 4 મહિનાની મહેનત પછી સ્વયંમ સંચાલિત ફાફડા મશીન બનાવવામાં આવ્યું છે. આ મશીનના ઉત્પાદનમાં પણ સ્વચ્છતા અને સાત્વિકતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત આ મશીનના ઉપયોગથી 1 કલાકમાં નજીવા દરના લાઈટ બિલમાં 15 કિલોથી પણ વધારે ફાફડાનું ઉત્પાદન કરી શકાય છે. 25 વોલ્ટ બેટરીથી સંચાલિત આ મશીન લાઈટ વેઈટ છે. જેની ખાસીયત એ છે કે, ટૂંકા સમય અને માત્ર 1 વ્યક્તિની મહેનતથી પણ વધુ ઉત્પાદન મેળવી શકાય છે. માત્ર 15 કિલોનું વજન ધરાવતાં આ ટચુકડાં મશીન બનાવવામાં ફુડ ગ્રેડ મટીરીયલનો ઉપયોગ કરાયો છે. આ મશીન અવાજ તો કરતું નથી પરંતુ વાઇબ્રેશન પણ થતું નથી. આ મશીન સરળતાથી ચાલે છે.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીના કુલપતિ ડો. નવીન શેઠે જણાવ્યું છે કે, GTU હંમેશા નીતનવા સંશોધન કરીને સમાજ ઉપયોગી વિવિધ પ્રકારના ઉપકરણોનું નિર્માણ કરે છે. તેમાંય કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને વેગવંતુ બનાવવા માટે GTU સતત અગ્રેસર રહ્યું છે. તેમાં GTU ઈનોવેશન કાઉન્સિલના સ્ટાર્ટઅપ કર્તાઓ પણ આ અભિયાનમાં મદદરૂપ થઈ રહ્યા છે. જે સમગ્ર GTU પરિવાર માટે ગૌરવની વાત છે.

આ પણ વાંચો: રુપાણી સરકારે વ્હાલાં-દવલાંની નીતિ અપનાવી Jain Derasar બાંધવાની મંજૂરી આપ્યાનો આરોપ

આ મશીન બનાવવા બદલ કુલપતિ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરે ત્રણેય સ્ટાર્ટઅપકર્તા તેમજ જીઆઈસીના ડાયરેક્ટર ડૉ. સંજય ચૌહાણ અને ઈન્ક્યુબેશન મેનેજર તુષાર પંચાલને સફળતા હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.