Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > GTUના વિદ્યાર્થીઓ માટે પરિક્ષામાં જનરલ ઓપ્શનઃ કુલપતિ ડો. નવીન શેઠ

GTUના વિદ્યાર્થીઓ માટે પરિક્ષામાં જનરલ ઓપ્શનઃ કુલપતિ ડો. નવીન શેઠ

0
911
  • વિદ્યાર્થી જે વિસ્તારમાં હશે ત્યાં પરીક્ષા આપી શકશે
  • ડિસ્ક્રિપ્ટિવ તથા ઓફલાઇન પરીક્ષાઓ સામે વિદ્યાર્થીઓનો વિરોધ

અમદાવાદઃ કોરોના મહામારીમાં GTUના વિદ્યાર્થીઓને પરિક્ષા (GTU Exam)માં જનરલ ઓપ્શન આપવા નિર્ણય લેવાયો છે. જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠે જણાવ્યું કે, આગામી 10મી ડિસેમ્બરના રોજ શરૂ થનારી પરીક્ષામા જનરલ ઓપ્શન રહેશે.

કુલપતિ ડો. નવીન શેઠે જણાવ્યું કે પરિક્ષામાં પૂછાયેલાં પ્રશ્નોમાંથી જે આવડતાં હોય તે પ્રમાણે જવાબ આપી શકાશે. એટલે કે વિદ્યાર્થીઓએ જેટલો અભ્યાસ કર્યો હશે તેમાંથી પણ જવાબો આપી શકશે.

આ પધ્ધતિથી વિદ્યાર્થીઓને રાહત થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની પરીક્ષા (GTU Exam)70 ગુણના બદલે 56 માર્કસની લેવામાં આવશે. તેમ જ પરીક્ષાના સમયમાં પણ અડધો કલાકનો ઘટાડો કર્યો છે. ત્યાં સુધી કે વિદ્યાર્થી જે વિસ્તારમાં હાલ હશે ત્યાંથી પણ તે પરીક્ષા આપી શકશે.

મતલબ કે અમદાવાદની કોલેજમાં ભણતો વિદ્યાર્થી સુરત કે વડોદરા હશે તો ત્યાંની કોલેજમાંથી પરીક્ષા આપી શકશે.

આ પણ વાંચોઃ 22 નવેમ્બરે યોજાનારી જીટીયુ પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ મોકુફ, કર્ફ્યુને ધ્યાને લઇ લેવાયો નિર્ણય

કોરોના મહામારીના કારણે હજુ શાળા કે કોલેજોમાં ઓફલાઇન અભ્યાસ શરૂ થયો નથી. અને પુરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી શકતા નથી. જીટીયુએ ડિસ્ક્રિપ્ટિવ તથા ઓફલાઇન પરીક્ષા(GTU Exam)ઓ લેવાની કરેલી જાહેરાતથી વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકાયાં છે.

આ પરીક્ષાનો વિરોધ કર્યો છે. તેના ભાગરૂપે ટવીટર યુધ્ધ શરૂ કર્યું છે.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી ( GTU ) સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ જીટીયુના કુલપતિ તથા રજિસ્ટ્રારને મેઇલ કરીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જીટીયુ સલંગ્ન કેટલી કોલેજોએ કોર્સ કેવી રીતે અને કેટલા પ્રમાણમાં પૂર્ણ કર્યો છે તે અંગે જીટીયુએ સર્વે કર્યો છે.

તેમ જ ગુજરાતમાં ઘણી જગ્યાએ ઇન્ટરનેટ તો દૂર વિદ્યાર્થીઓને ફોન કરવા માટે પણ મોબાઇલ ટાવર શોધવા પડે છે ત્યારે શું આ વિદ્યાર્થીઓ માટે રોજના 4થી 6 કલાક ઘરે બેસી ઓનલાઇન અભ્યાસ કરવો શક્ય બન્યો હશે ?

હવે ઘણી કોલેજોએ કોર્સ પૂર્ણ કર્યો પણ હશે પરંતુ ઓનલાઇન અભ્યાસપધ્ધતિ અને ઓફલાઇન અભ્યાસ પધ્ધતિમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ બનેની મર્યાદાઓ આવી જાય છે. આકુત્તિઓ, દાખલાઓ વગેરે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં સમજવા અને શિક્ષકોએ સમજાવા અત્યંત અઘરુ પડે છે.

સેમેસ્ટર દરમિયાન કોલેજો દ્રારા વિષયને લગતું જ્ઞાન અને પરીક્ષાઓ સંપૂર્ણ રીતે MCQ આધારિત આપવામાં આવ્યું છે. આ ઉપરાંત JEE, NEET વગેરે પરીક્ષાઓ તો ઓફલાઇન રીતે લેવામાં આવી છે, વળી પાછું તે બધી પરીક્ષાઓ સ્પર્ધાત્મક હોય છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ, ઓટલે બેસનારને પણ પકડી લેવાશેઃ પોલીસ કમિશનર

તેમાં કોર્સ પુર્ણ કરાવવાની જવાબદારી કોઇ સંસ્થાની હોતી નથી. ત્યારે જીટીયુમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના કોર્સ પૂર્ણ કરાવવાની જવાબદારી જીટીયુ તથા જે તે કોલેજની હોય છે તથા JEE તથા અન્ય બધી પરીક્ષાઓ MCQ રીતે જ લેવામાં આવી હતી.

વધુમાં જણાવ્યું છે કે, જીટીયુ દ્રારા ગુણભાર ઘટાડવામાં આવ્યો તે વાત આવકાર્ય છે પરંતુ પરીક્ષા (GTU Exam)નો સમય ઘટાડીને અઢી કલાકના સ્થાને બે કલાક કરવામાં આવ્યો છે તે વાત ગળે ઉતરે તેવી નથી.

કેમ કે કોરોના અને સમયને કોઇ પ્રકારનો સંબંધ હોતો નથી. તે બે કલાક નહીં પરંતુ બે મીનીટમાં પણ થઇ શકે છે. તેથી તે કોરોનાને નાથવા માટેનો ઉપાય નથી. ઘણાં વિદ્યાર્થીઓના પરિવારજનો માટે કોરોનાની બિમારી ઘાતક સાબિત થઇ છે તેથી ઘણાં વાલીઓ પણ ઓફલાઇન અને ડીસ્ક્રિપ્ટિવ પરીક્ષાઓને લઇને પ્રશ્ન ઉઠાવ્યો છે.

જે ઘરમાં આ બિમારી આવી હતી તે વાલીઓ પોતાના બાળકોને આજે બહાર મોકલવામાં ડર અનુભવી રહ્યાં છે. કોઇ વિદ્યાર્થી સંક્રમિત થશે તો તેની જવાબદારી જીટીયુ લેવા તૈયાર હોય તો લેખિતમાં બાહેંધરી આપવી જોઇએ.

આ પણ વાંચોઃ BREAKING: અમદાવાદ પછી હવે સુરત, વડોદરા અને રાજકોટમાં આવતીકાલથી રાત્રિ કરફ્યુઃ નીતિન પટેલ

છેલ્લે વિદ્યાર્થીઓએ એમ પણ જણાવ્યું છે કે, જીટીયુએ હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લેતી હોવાનું જણાવે છે. તો આ નિર્ણયમાં પણ શું વિદ્યાર્થીઓનું હિત સમાયેલું છે તેવો પ્રશ્ન કર્યો છે. GTU Exam news

આ અંગે જવાબ આપવા જણાવ્યું છે. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે આજદિન સુધી તેમને જીટીયુના સત્તાધીશોએ જવાબ આપ્યો નહીં હોવાનું જણાવ્યું છે.