Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > GSTમાં અછતની ભરપાઈ માટે કેન્દ્ર સરકાર લેશે ઉધાર, રાજ્યોને લોન તરીકે મળશે રકમ

GSTમાં અછતની ભરપાઈ માટે કેન્દ્ર સરકાર લેશે ઉધાર, રાજ્યોને લોન તરીકે મળશે રકમ

0
79
  • કોરોના સંકટથી રાજ્યોની આર્થિક સ્થિતિ ખરાબ
  • 1.1 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાનો સરકારે કર્યો નિર્ણય
  • આ રકમને GST કમ્પેન્સેશન સેસના બદલે લોન તરીકે આપવામાં આવશે

નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે આ મહિનાના પ્રથમ સપ્તાહે યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં રાજ્યોને ચૂકવણી (GST Compensation To States) મુદ્દે કોઈ સમાધાન ના નીકળ્યા બાદ આજે યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે, તેઓ સ્પેશિયલ સુવિધા મારફતે 1.1 લાખ કરોડ રૂપિયા ઉધાર લઈને રાજ્યોને GSTની ચૂકવણી કરશે.

કેન્દ્ર સરકાર રાજ્યોને GST ચૂકવવા લેશે ઉધાર
વાસ્તવમાં ગુરુવારે GSTની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રએ GST વળતરની (GST Compensation To States) ભરપાઈ કરવાને લઈને 1.1 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાનો નિર્ણય કર્યો છે. નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. મંત્રાલયે કહ્યું કે, GST કમ્પેન્સેશન સેસમાં કમીની (GST Shortfall) ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકાર 1.1 લાખ કરોડ રૂપિયા ઉધાર લેશે. કેન્દ્ર સરકાર એવું માનીને ચાલી રહ્યું છે કે, તમામ રાજ્યો આ બાબતે સહમત થશે. કેન્દ્ર જે ઉધાર પૈસા લેવા જઈ રહ્યું છે, તે યોગ્ય હિસ્સામાં લેવામાં આવશે.

એવું કહેવાઈ રહ્યું છે કે, આ ઉધારના પૈસાથી નાણાંકીય ખોટ પર કોઈ અસર નહીં થાય. ઉધાર લેવામાં આવેલ રકમ રાજ્યોને આપવામાં આવશે. રાજ્યોને GST કમ્પેન્સેશન સેસ રિલીઝના બદલે ધીમે-ધીમે લોન તરીકે આ ફંડ આપવામાં આવશે. GSTમાં કમીની (GST Shortfall) ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં જ રાજ્યોને બે પ્રસ્તાવ આપ્યા હતા.

આ પણ વાંચો: કોરોના વૅક્સીન: યુવા અને સ્વસ્થ લોકોને 2020 સુધી જોવી પડશે રાહ

કેન્દ્રના પ્રસ્તાવ અંતર્ગત રાજ્યો RBI દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનાર વિશેષ સુવિધા મારફતે 97,000 કરોડ રૂપિયાની લોન લઈ શકતા હતા અથવા તો માર્કેટમાંથી 2.35 લાખ કરોડ રૂપિયા ઉધાર લઈ શકતાં હતા. કેન્દ્રના પ્રથમ પ્રસ્તાવથી 21 રાજ્યો સહમત હતા, પરંતુ અન્ય રાજ્યોએ આ પ્રસ્તાવને ફગાવ્યો હતો. (GST Shortfall)

શું છે વળતરનું ગણિત?
રાજ્યોને અંદાજે 2.35 લાખ કરોડ રૂપિયાનું GST વળતર (GST Compensation To States) ચૂકવવાનું બાકી છે, પરંતુ કેન્દ્ર સરકારનું ગણિત છે કે, જેમાંથી 97,000 કરોડ રૂપિયાનું નુક્સાન જ GST લાગૂ થવાના કારણે છે. જ્યારે અન્ય 1.38 લાખ કરોડ રૂપિયાની ખોટ કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે છે.

કોરોના સંકટથી રાજ્યોની આર્થિક સ્થિતિ ખરાબ
જણાવી દઈએ કે, કોરોના સંકટના કારણે રાજ્યોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જેને લઈને અનેક રાજ્યોએ કેન્દ્ર સરાર પાસે વળતરની (GST Compensation To States) માંગ કરી હતી. જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સતત આ મુદ્દો ઉઠાવતા રહ્યાં હતા.

GST કાઉન્સિલની બેઠકમાં તેના પર ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ સમાધાન નીકળ્યું નહતું. સીતારમણે કહ્યું હતું કે, કેન્દ્ર રાજ્યોને વળતરની રકમ ચૂકવવા માટેનો ઈન્કાર નથી કરી રહ્યું.