Gujarat Exclusive > આપણી જરૂરિયાત > GST કલેક્શન ઓગસ્ટ 2021માં 1.12 લાખ કરોડ થયુ, ગત વર્ષ કરતા 30 ટકા વધુ

GST કલેક્શન ઓગસ્ટ 2021માં 1.12 લાખ કરોડ થયુ, ગત વર્ષ કરતા 30 ટકા વધુ

0
111

નવી દિલ્હી: GST કલેક્શન ઓગસ્ટ 2021માં 30 ટકા વધીને 1.12 લાખ કરોડ રૂપિયા પર પહોચી ગયુ છે. જેમાંથી સીજીએસટી 20,522 કરોડ રૂપિયા, એસજીએસટી 26,605 કરોડ રૂપિયા અને આઇજીએસટી 56,247 કરોડ રૂપિયા છે. 26,884 કરોડ રૂપિયા જીએસટી ઇંપોર્ટથી આવ્યો છે, જેમાંથી સેસ 8,646 કરોડ રૂપિયા છે. નાણા મંત્રાલયે જણાવ્યુ કે ઓગસ્ટ 2021 માટે રાજસ્વ ગત વર્ષે આ મહિનામાં જીએસટી રાજસ્વથી 30 ટકા વધારે છે.

ઓગસ્ટના જીએસટી રાજસ્વના આંકડાથી ખબર પડે છે કે અર્થવ્યવસ્થાનો પુનરૂદ્ધાર ઝડપથી થઇ રહ્યો છે. આ પહેલા જુલાઇ 2021માં જીએસટી કલેક્શન 33 ટકા વધીને 1.16 લાખ કરોડ રૂપિયા પર પહોચી ગયુ હતુ. આ પહેલા જૂન 2021માં જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી ઓછુ એટલે કે 92,849 કરોડ રૂપિયા રહ્યુ હતુ.

સરકારે જીએસટી માફી યોજનાનો લાભ ઉઠાવવાની સમય સીમા વધારી

નાણા મંત્રાલયે જીએસટી હેઠળ શુલ્ક માફી યોજનાનો લાભ ઉઠાવવાની અંતિમ તારીખ 30 નવેમ્બર સુધી વધારી દીધી છે. આ યોજના 31 ઓગસ્ટે પૂર્ણ થવાની હતી. બીજી તરફ સરકારે રજિસ્ટ્રેશનને રદ કરવા માટે અરજી દાખલ કરવાની સમય સીમા 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે, જ્યા રજિસ્ટ્રેશન રદ કરવા માટે અરજી દાખલ કરવાની તારીખ 1 માર્ચ 2020 અને 31 ઓગસ્ટ 2021 વચ્ચે આવે છે.

આ પણ વાંચો: નવા કૃષિ કાયદાના અમલ બાદ ગુજરાતના 15 APMCને લાગ્યા તાળા

ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્રની જગ્યાએ ઇલેક્ટ્રૉનિક સત્યાપન કોડનો ઉપયોગ કરનારી કંપનીઓ દ્વારા ફોર્મ જીએસટીઆર-3બી અને જીએસટીઆર-1/ આઇએફએફને 27 એપ્રિલથી 31 ઓગસ્ટ સુધીના સમય માટે પહેલા જ દાખલ કરવામાં આવી ચુકી છે. તેને આગળ વધારીને 31 ઓક્ટોબર કરી દેવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat