Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ઐતિહાસિક GST બિલના બે વર્ષ પૂર્ણ: આખરે સરકારને કેટલો ફાયદો?

ઐતિહાસિક GST બિલના બે વર્ષ પૂર્ણ: આખરે સરકારને કેટલો ફાયદો?

0
1394

1 જુલાઈ 2019ના રોજ સોમવારે ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ એટલે કે (GST) લાગુ થયાને બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. “એક દેશ-એક ટેક્સ”ના સુત્ર સાથે લાગુ કરવામાં આવેલ GST અનેક તબક્કાઓમાં પરિવર્તન બાદ દેશમાં ઈનડાયરેક્ટ ટેક્સ વસૂલવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં મોટે ભાગે સફળ રહ્યું છે.

છેલ્લા 2 વર્ષો દરમિયાન અંદાજે 500 પ્રોડક્સ માટે ટેક્સની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રિસિટી અને આલ્કોહોલને છોડીએ તો તમામ પ્રોડક્ટ્સ GST અંતર્ગત આવે છે.

GSTના માસિક કુલ કલેક્શનમાં CGST (સેન્ટ્રલ GST), SGST (સ્ટેટ GST), IGST (ઈન્ટીગ્રેટેડ GST) અને કંપેનસેશન સેસ સામેલ થાય છે. IGSTના કલેક્શનમાંથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને ભાગ આપે છે, આ સાથે જ ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો વેપારીઓને દીધા બાદ કેન્દ્ર સરકારનો GSTમાંથી નેટ કલેક્શન નીકાળવામાં આવે છે.

બજેટ ડૉક્યૂમેન્ટ અને કંન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA)ના આંકડા પ્રમાણે, જુલાઈ 2017થી GST લાગુ થયા બાદ કેન્દ્ર સરકારનું GST કલેક્શન આ પ્રમાણે રહ્યું છે.

GST કલેક્શન 2017-18 2018-19
CGST   2.03 લાખ 4.58 લાખ
IGST 1.77 લાખ 29 હજાર
કંપેનસેશન સેસ 63 હજાર 95 હજાર

હવે આગળ શું?
કેન્દ્ર સરકારની યોજના GSTનો બીજા તબક્કો આ વર્ષે 1 ઓક્ટોબરથી લાગુ થવાનો છે. જે અંતર્ગત વેપારીઓ માટે ટેક્સ રિટર્ન ફાઈલ કરવું વધારે સરળ બનાવવામાં આવશે અને તેનો પ્રોટોટાઈપ 1 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવશે. GST-2 અંતર્ગત મોટા ટેક્સપેયર્સને વર્ષમાં 12 રિટર્ન અને નાના ટેક્સ પેયર્સને 4 રિટર્ન ફાઈલ કરવા પડશે.

આ સિવાય આગામી દિવસોમાં GST કાઉન્સિલ કેટલીક વધારે પ્રોડક્ટસની કિંમતો ઓછી કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, તેમાં સિમેન્ટ અને ઓટોમોબાઈલ સામેલ છે. આ બન્ને પર GSTનો દર 28 ટકા ટે અને એક્સપર્ટનું માનવું છે કે, તેના દરો ઓછા કરવાથી માત્ર કંસ્ટ્રક્શન ક્ષેત્રને જ નહી, પરંતુ ઓટો સેક્ટરને પણ ફાયદો પહોંચશે. જેથી ઈકોનોમીની ઓછી ગતિને વધારવામાં મદદ મળશે.

ગૃહિણીઓ માટે ખુશ ખબર, આજથી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો