Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > GSPCની વેબસાઈટ હેક કરી માર્કશીટ બનાવતો UPનો યુવક અને વડોદરાના કલાસીસ સંચાલકો પકડાયા

GSPCની વેબસાઈટ હેક કરી માર્કશીટ બનાવતો UPનો યુવક અને વડોદરાના કલાસીસ સંચાલકો પકડાયા

0
143

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલની વેબસાઈટ હેક કરી આરોપીઓ ડેટામાં ચેડા કરી નકલી માર્કશીટ બનાવતા

અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ (GSPC)ની વેબસાઈટ હેક કરી ડેટામાં ચેડા કરી બોગસ ડેટા અપલોડ કરી બનાવટી રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ, માર્કશીટ અને ડીગ્રી સર્ટીફીકેટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરતી ટોળકી અંગે ફરિયાદ થઈ હતી. અમદાવાદ સાયબર સેલની ટીમે વડોદરાના બે કલાસીસ સંચાલકો અને યુપીના યુવક સહીત 4 આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના રજીસ્ટાર જશુભાઈ હીરાભાઈ ચૌધરીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે, છોટા ઉદેપુરના રહેવાસી મિત્સુ નિમેષ શાહનું બીફાર્મનું ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલનું રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટનું બનાવટી રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ તેમજ આર.કે.યુનિવર્સીટી ના બેચલર ઓફ ફાર્મસીની ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટીફીકેટ આરોપીઓએ બનાવ્યા હતા. આ માટે આરોપીઓએ GSPC (ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ)ની વેબસાઈટ હેક કરી ડેટામાં ચેડા કરી ફરિયાદીની જાણ બહાર બોગસ ડેટા અપલોડ કરી બનાવટી રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, માર્કશીટ અને ડીગ્રી સર્ટીફિકેટનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. આમ આરોપીઓએ GSPC જોડે ઠગાઈ અને વિશ્વાસઘાત કરી સંસ્થાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી હતી.

આ પણ વાંચો: Exclusive: ડ્રગ્સ રેકેટનો આરોપી આદિલ છે કરોડપતિ, હોટલો અને પેટ્રોલ પંપોનો છે માલિક

સાયબર સેલના ડીસીપી અમિત વસાવા, ડીવાયએસપી જીતુ યાદવ અને પીઆઈ એમ.એન.દેસાઈની ટીમે ટેક્નિકલ એનાલીસીસ કરી વડોદરાના બે કલાસીસ સંચાલક સહિત ચાર આરોપીને ઝડપી લીધા છે. જેમાં ગ્લોબલ એકેડેમી ટ્યુશન કલાસનો સંચાલક જયમીન જયેશ પંડ્યા (ઉં,34)રહે, અર્થ આઇકોન ન્યુ વીઆઇપી રોડ વડોદરા, કપલોન ઇન્સ્ટિટ્યૂટનો સંચાલક વિરલ અંબાલાલ જયસ્વાલ (ઉં,42)રહે, ગોલ્ડન સિલ્વર એપાર્ટમેન્ટ, સુભાનપુરા,વડોદરા, ખાનગી ફાઇનાન્સ કંપનીનો મેનેજર મનોજ ઉર્ફ પિંકુ મુન્નાલાલ ચૌહાણ (ઉં,30)રહે, ગજાનંદ પાર્ક, મકરપુરા,વડોદરા અને મ્રીગાંક ઉર્ફ પોલી સુધીર ચતુર્વેદી રહે, અંકુર વિહાર, ગાજીયાબાદ, લોની ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: પીઆઈ માટે લાગ્યા ‘હિન્દૂઓ કા શેર’ના નારા: માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા

આરોપી જયમીન એન્જીનયરિંગ, જીપીએસસી અને યુપીએસસીની એકઝામને લગતું કોચીંગ વિદ્યાર્થીઓને આપતો હતો. જયમીન આરોપી વિરલના કપલોન ઇન્સ્ટિટ્યૂટમાં કલાસીસ લેવા જતો અને વિધાર્થીઓની માર્કશીટ બનાવવાની જવાબદારી લેતો હતો. જે ડુપ્લીકેટ માર્કશીટો જયમીન પાસેથી આરોપી વિરલ મેળવી વિદ્યાર્થીઓની સ્ટુડન્ટ લોન કરાવવા આરોપી મનોજને આપતો હતો. જ્યારે યુપીનો રહેવાસી મ્રીગાંક ઉર્ફ પોલી GSPCની વેબસાઈટ હેક કરી તેમાં ચેડા કરી ડેટા અપલોડ કરી બનાવટી માર્કશીટ, રજીસ્ટ્રેશન સર્ટી અને ડીગ્રી સર્ટી બનાવતો હતો.