Gujarat Exclusive > દેશ-વિદેશ > કોલકાતા: ‘ચાય પર ચર્ચા’ માટે નીકળેલા ભાજપ સાંસદ દિલીપ ઘોષ પર હુમલો

કોલકાતા: ‘ચાય પર ચર્ચા’ માટે નીકળેલા ભાજપ સાંસદ દિલીપ ઘોષ પર હુમલો

0
466

બંગાળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષ પર પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેમના સમર્થકો વચ્ચે પણ મારપીટ થઇ હતી.

ભાજપ અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષ સવારે લેક ટાઉન વિસ્તારમાં ચાય પર ચર્ચા કરવાના હતા. આ દરમિયાન અચાનક ભીડે તેમની પર હુમલો કર્યો હતો.ઘોષે દાવો કર્યો છે કે તેમની સાથે બે ભાજપના સમર્થકોને પણ ઇજા થઇ છે. ઘટના સમયે ત્યાં કેટલાક તૃણમૂલ કોંગ્રેસ સમર્થક પણ હાજર હતા.