Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > મંદીથી પરેશાન ઓટો સેક્ટર માટે મોટી રાહત, Marutiની કારોના વેચાણમાં તેજી

મંદીથી પરેશાન ઓટો સેક્ટર માટે મોટી રાહત, Marutiની કારોના વેચાણમાં તેજી

0
1038

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી માટે તહેવારની સિઝન લકી સાબિત થઈ છે. શુક્રવારે કંપનીએ જણાવ્યું છે કે, ગત ઓક્ટોબર મહિનામાં કારોના વેચાણમાં 4.5 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીએ આ દરમિયાન સ્થાનિક બજારમાં 144,277 કારોની યુનિટ વેચી છે, જ્યારે ગત વર્ષે ઓક્ટોબર-2018માં કંપનીએ 1,38,100 યુનિટનું વેચાણ કર્યું છે.

સારા ડિસ્કાઉન્ટનું કારણ

ગત 7 મહિનામાં પ્રથમ વખત મારુતિ સુઝુકીની કારોના વેચાણમાં 4.5 ટકાનો વધારો થયો છે. આ વધારા પાછળ તહેવારની સિઝનમાં વધુ ઈન્વેન્ટ્રી પર સારા ડિસ્કાઉન્ટને માનવામાં આવી રહ્યું છે. જ્યારે કંપનીની કુલ કારોનું વેચાણ 1,53,435 યૂનિટ રહ્યું છે, જ્યારે ગત વર્ષે આ આંકડો 1,46,766 યુનિટનો હતો.

7-10 ટકા વેચાણ વધ્યું

આ વર્ષે નવરાત્રી અને દશેરાની વચ્ચે મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઇ કારોનું વેચાણ 7 થી 10 ટકા સુધી વધ્યું છે. દેશના 67થી 70 ટકા બજાર પર રાજ કરતી બન્ને કાર કંપનીઓના વેચાણમાં 25 ઓક્ટોમ્બર સુધી સારો ઉછાળો જોવા મળ્યો છે. આ સિવાય દેશની ત્રીજા નંબરની કાર નિર્માતા કંપની મહિન્દ્રાએ પણ ધનતેરસ પર વેચાણમાં 100 ટકાનો ઉછાળો નોંધ્યો છે.

60 હજારથી વધુ કારોની ડિલીવરી

નવરાત્રીથી લઈને દશેરા સુધી મારુતિ સુઝુકીના 60 હજારથી વધુ કારોની ડિલીવરી કરવામાં આવી છે, તો હ્યુન્ડાઇ મોટર્સે 25 હજાર કોરોની ડિલીવરી કરી હતી, ત્યારે ધનતેરસ પર મારુતિ સુઝુકીએ 45 હજાર ડિલીવરી કરી હતી. જ્યારે હ્યુન્ડાઇના આંકડા 14 હજાર કોરનું રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે નવરાત્રી અને દશેરામાં મારુતિ કારોનું વેચાણ વધ્યું હતું, જે ધનતેરસ સુધી ચાલુ રહ્યું હતું.

રિટેઈલ વેચાણ 30 ટકા સુધી વધ્યુ

આ દરમિયાન ગાડીઓની સૌથી વધુ માંગ ઉત્તર અને પૂર્વના રાજ્યોમાં રહી, જ્યાં યાત્રી કારો અને ટુ-વ્હીલર વાહનોનું કુલ વેચાણના 50થી 55 ટકા સુધી હતું, તો હ્યુન્ડાઇએ પણ માન્યું છે કે, નવરાત્રીમાં વેચાણમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને ધનતેરસ પર પણ સારુ પ્રદર્શન કર્યું છે. ગત વર્ષની સરખામણીમાં ધનતેરસ પર રિટેઈલ વેચાણ 30 ટકા સુધી વધ્યું છે.

Hyundai i20 Active નવા ફીચર્સ સાથે થઈ લોન્ચ, પહેલા કરતા સુરક્ષિત અને મોઘી થઈ આ કાર