Gujarat Exclusive > ગુજરાત > કોંગ્રેસમુક્ત ગુજરાત જેવું જિલ્લા, તાલુકા અને નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ

કોંગ્રેસમુક્ત ગુજરાત જેવું જિલ્લા, તાલુકા અને નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ

0
52
  • ગુજરાતમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો, માત્ર 4 નગર પાલિકામાં અસ્તિત્વ ટક્યું

ગાંધીનગરઃ ગુજરાત હવે કોંગ્રસમુક્ત થઇ રહ્યું હોવાનું લાગે છે. રવિવારે રાજ્યમાં જિલ્લા-તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓની યોજાયેલી ચૂંટણીમાં અત્ર તત્ર સવર્ત્ર ભાજપનો ભગવો લહેરાઇ ગયો છે. કોંગ્રેસનો લગભગ સફાયો થઇ ગયો. 31 જિલ્લા પંયાચતમાં કોંગ્રેસને ફાળે એક પણ ન આવી. 81 નગર પાલિકામાંથી 75 પર ભાજપે કબજો કરી લીધો. માત્ર 4માં કોંગ્રેસને સત્તા હાથમાં આવી. જ્યારે 231 તાલુકા પંચાયતોમાંથી 196માં ભાજપનું શાસન રહેશે. માત્ર 33 તાલુકામાં કોંગ્રેસની સત્તા ચાલશે.

બેઠકની વાત કરીએ તો 2015ની ચૂંટણીઓમાં નગર પાલિકા સિવાય જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો દબદબો હતો. તેનો નીચેના કોષ્ટક પરથી ખ્યાલ આવી શકશે. જિલ્લા પંચાયતમાં 936 બેઠક, નગરપાલિકામાં 2576 બેઠક અને તાલુકા પંચાયતમાં 4474 બેઠક હતી. ભાજપે 2010નું પુનરાવર્તન કર્યું છે. 2010માં ભાજપ 30 જિલ્લા પંચાયત જીત્યો હતો. જ્યારે એક અન્યને મળી હતી. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલીમાં પણ કોંગ્રેસનો રકાસ થયો છે.

ભાજપ કોંગ્રેસ અન્ય
જિલ્લા પંચાયત (31) 368 595 9
નગરપાલિકા (81) 1197 673 210
તાલુકા પંચાયત (231) 2019 2555 145

 

રાજ્યની 31 જિલ્લા પંચાયત , 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયત ની યોજાયેલી ચૂંટણી બાદ હાલમાં પરિણામો સામે આવી રહ્યા છે. આ પરિણામોમાં અનેક જગ્યાએ અપસેટ સર્જાયા છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસ અને બીટીયુના ધારાસભ્યોનાં દીકરાઓ પણ હાર્યા છે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. સૌરાષ્ટ્રની એક તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી કિંગ મેકર બનશે. જામનગરની કાલાવડ તાલુકા પંચાયતમાં આપ અને અપક્ષ કિંગ મેકર બનશે.

આ પણ વાંચો: ગુજરાતની જનતાએ વીણી વીણીને કોંગ્રેસનો સફાયો કર્યો- CM રૂપાણી

કાલાવાડ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપના ફાળે 8 ગઈ છે. જ્યારે કોંગ્રસના ફાળે 7 અને ૨ આમ આદમી પાર્ટી તથા એક અપક્ષના ફાળે ગઈ છે. કોંગ્રેસના કાલાવડના ધારાસભ્ય પ્રવિણ મૂછડિયાએ ચૂંટણી નહીં લડવા દબાણ કરેલ આપની બેરાજા સીટની ઉમેદવાર દયા મકવાણા વિજેતા બની છે. સોશિયલ મિડીયામાં પ્રવીણ મૂછડિયા અને દયા મકવાણા વચ્ચેના વાતચીત વાયરલમાં જો આપને 1 સીટ મળશે તો રાજીનામું આપી દઈશ તેમ અગાઉ કહ્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat