Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગ્રામ પંચાયતના અદ્યતન મકાન બનાવવા માટે સરકાર દ્વારા કેટલું અનુદાન અપાય છે?, જાણો

ગ્રામ પંચાયતના અદ્યતન મકાન બનાવવા માટે સરકાર દ્વારા કેટલું અનુદાન અપાય છે?, જાણો

0
63

પહેલાં 50 હજાર અપાતા હતા, હવે રૂ. 22 લાખ અનુદાન અપાય છે

ગાંધીનગર: ગ્રામ પંચાયતના નવા મકાનો અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, ગ્રામ પંચાયત એ ગ્રામ સચિવાલયનો દરજ્જો ધરાવે છે અને ગ્રામ સચિવાલયના અદ્યતન સુવિધાયુક્ત મકાનો બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

મંત્રી પરમારે ઉમેર્યું કે વર્ષ 1992-93માં ગ્રામ પંચાયતના મકાન બનાવવા માટે સરકાર મહતમ રૂ. 50 હજારનું અનુદાન આપતી હતી. જયારે સંવેદનશીલ અને પ્રગતિશીલ સરકારે તબક્કાવાર તે અનુદાન વધાર્યું છે. તે માટે વર્ષ 2016-17થી રાજ્ય સરકાર 100 ટકા અનુદાન મંજૂર કરી રહી છે. 10 હજારથી વધુ વસતી ધરાવતી ગ્રામપંચાયતોને તે ગામની પંચાયતના અદ્યતન મકાન બનાવવા માટે રૂ. 22 લાખ અનુદાન આપવામાં આવે છે.

કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે જૂનાગઢ જિલ્લામાં ગ્રામપંચાયતના મકાન અંગે ગૃહમાં પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી પરમારે ઉમેર્યું કે, તા. 31 ડિસેમ્બર-2020ની સ્થિતિએ છેલ્લાં એક વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં 20 ગ્રામપંચાયતોના નવા મકાનો બનાવવા માટે મંજૂરી આપી તે માટે કુલ રૂ. 280 લાખ અનુદાન મંજૂર કરવામાં આવ્યું છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લાના પૂછાયેલા વધુ એક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીએ કહ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં 20 ગ્રામ પંચાયતોના નવા મકાન બનાવવા મંજૂરી અપાઈ છે. તે માટે રૂ. 288 લાખ અનુદાન મંજૂર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગાયોના નામે મત માંગતી ભાજપ સરકારના ગૌશાળા/પાંજરાપોળને સહાય ચુકવવામાં ઠાગાઠૈયા

MYSY અંતર્ગત ડિપ્લોમાં ઈજનેરીના 352 વિદ્યાર્થીઓને 6.86 કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય અપાઇ

ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના ચોથા દિવસે ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતુ કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ યોજના છે. તા. 31-12-2020ની સ્થિતિએ નાણાકીય વર્ષ 2019-20માં આ યોજના અંતર્ગત ટેક્નિકલ શિક્ષણ હેઠળના ડિપ્લોમાં ઈજનેરી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં 3520 વિદ્યાર્થીઓને રૂા.6.86 કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય આપવામાં આવી છે. જે પૈકી 2981 વિદ્યાર્થીઓને રૂા. 5.70 કરોડ અને કુલ 539 વિદ્યાર્થિનીઓને રૂા. 1.16 કરોડની રકમ ચૂકવવામાં આવી છે.

મંત્રી ચુડાસમાએ ઉમેર્યુ કે, આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ગુણવત્તા અને આવકના ધોરણે આર્થિક સહાય આપવાનો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat