Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > GPSC વર્ગ 1-2ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર, 224 જગ્યાઓ ભરાશે

GPSC વર્ગ 1-2ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર, 224 જગ્યાઓ ભરાશે

0
141
  • 6252 ઉમેદવારો જુલાઇમાં યોજાનાર મુખ્ય લેખિત પરીક્ષા માટે કવોલીફાઈ થયા 
  • જાણો મુખ્ય પરિક્ષાના પ્રશ્નપત્રો, પરિણામ, ઇન્ટરવ્યૂ અને પસંદગી અંગેની વિગતો

ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા GPSC Class I & II ની પ્રાથમિક પરીક્ષાનું પરીણામ (GPSC Preliminary Result)જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 6152 ઉમેદવારો મુખ્ય લેખીત પરીક્ષા માટે કવોલીફાઈ થયા છે. કલાસ-1 અને 2 માટે કુલ 224 જગ્યા માટે 15/11/20ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેની પ્રાથમિક કસોટી 22 માર્ચ, 2021 ના રોજ યોજવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને વિવાદઃ સંચાલક મંડળે સરકાર સામે બાંયો ચઢાવી

ગુજરાત સેવા આયોગની કેટલી જગ્યા માટે પરિક્ષા

કલાસ-1ની કુલ 81 જગ્યા

    • -નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની     15
    • -નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.)                         20
    • – જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની                                         03
    • -સહાયક રાજ્યવેરા કમિશ્નરની                                      42
    • -નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)                         01

કલાસ-2 માટે 143 જગ્યા ભરાશે

    • – સેક્શન અધિકારી ( સચિવાલય )                                   09
    • -સેક્શન અધિકારી (વિધાનસભા)                                     01
    • -મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની                                        07
    • -રાજ્ય વેરા અધિકારીની                                                 74
    • -જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની                                   25
    • -સરકારી શ્રમ અધિકારીની                                              25
    • -સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) વિચરતી                 0 2

હવે મુખ્ય લેખિત પરીક્ષા 19, 21 અને 23 જુલાઈના રોજ યોજવામાં આવશે. જેમાં કુલ 6 પ્રશ્નપત્રો હશે.

    • પ્રશ્નપત્ર-1 : ગુજરાતી;
    • પ્રશ્નપત્ર-2 : અંગ્રેજી,
    • પ્રશ્નપત્ર-3: નિબંધ;
    • પ્રશ્નપત્ર-4 : સામાન્ય અભ્યાસ-1;
    • પ્રશ્નપત્ર-5 : સામાન્ય અભ્યાસ-2
    • પ્રશ્નપત્ર-6 : સામાન્ય અભ્યાસ-3.

ઉત્તરવહી કઇ ભાષામાં લખી શકાશે

અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. ઉમેદવાર એક જ પ્રશ્નપત્રના બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં પણ લખી શકશે. GPSC Preliminary Result

આ પણ વાંચોઃ શાળા સંચાલક મંડળે શહેરની શાળાઓ પાસેથી બાકી ફીનો આંકડા સહિતની વિગતો માંગી

મુખ્ય પરીક્ષાનું પરિણામ નવેમ્બર-2022 માં જાહેર થશે. જગ્યાની સામે આશરે ત્રણ ગણા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે. ઈન્ટરયુ ડીસેમ્બરમાં થશે અને આખરી પરિણામ 31 ડીસેમ્બર, 2022 પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat