નવી દિલ્હી: મેસેજિંગ એપ WhatsAppએ ભારત સરકારના નવા IT નિયમો વિરુદ્ધ કોર્ટના દ્વારા ખટખટાવ્યાં છે. નવા નિયમોમાં WhatsAppને પોતાના મેસેજિંગ એપ પર મોકલવામાં આવેલા મેસેજના ઑરિજિનનું ધ્યાન રાખવાનું રહેશે. આ નિયમ વિરુદ્ધ કંપની 25મીં મેના રોજ દિલ્હી હાઈકોર્ટમાં અરજી આપી છે કે, આમ કરવાથી યુઝર્સની પ્રાઈવસીનો ભંગ થશે. WhatsApp Privacy Policy
સરકારની ગાઈડલાઈન છે કે, જરૂર પડવા પર WhatsAppને મેસેજનો સોર્શ બતાવવો પડશે એટલે કે મેસેજ ટ્રેસ કરવાનો રહેશે. જો કે WhatsApp દ્વારા મેસેજ ટ્રેસ કરવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકારનું કહેવું છે કે, અમે પ્રાઈવસીનું સમ્માન કરીએ છીએ, પરંતુ ગંભીર કેસોમાં WhatsAppએ પણ જાણકારી શેર કરવી પડશે.
કેન્દ્ર સરકારે સખ્ત ટિપ્પણી કરતાં ટ્વીટ કર્યું છે કે, એક તરફ WhatsApp પોતાના યુઝર્સ માટે એવી પ્રાઈવસી પૉલિસીને ફરજિયાત કરવા પર ભાર મૂકી રહ્યું છે. જે અંતર્ગત યુઝર્સની અંગત જાણકારી પોતાની પેરેન્ટ કંપની ફેસબુક સાથે શેર કરી શકે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અને ફેક ન્યૂઝ ફેલાતા અટકાવવા માટે લાવવામાં આવેલી ભારત સરકારની ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સને લાગૂ કરવાનો ઈનકાર કરી રહ્યું છે.
આ પણ વાંચો: કોરોનાના પગલે JEE એડવાન્સ પરીક્ષા સ્થગિત, નવી તારીખોની જલ્દી થશે જાહેરાત WhatsApp Privacy Policy
ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલૉજી મિનિસ્ટ્રીએ વધુમાં જણાવ્યુ છે કે, યુઝર્સની પ્રાઈવસીનું ઉલ્લંઘન કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. WhatsAppને કોઈ મેસેજના ઓરિજિનની જાણકારી ત્યારે જ આપવી પડશે, જ્યારે મહિલાઓ વિરુદ્ધ અપરાધ જેવા ગંભીર કેસોમાં તપાસ કે સજા આપવામાં તેની જરૂરિયાત જણાશે.
મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારતમાં કોઈપણ પ્રકારનું ઑપરેશન અહીંના કાયદા પ્રમાણે જ ચાલશે. નવા નિયમ મુજબ, જો કોઈ વાંધાજનક પોસ્ટ કરવામાં આવે છે, તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તેનો સોર્શ જણાવવો પડશે. આવું દરેક કેસમાં નહીં થાય. માત્ર દેશની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાને જોખણ અને મહિલાઓ પર થતાં અત્યાચારના કેસમાં કરવું પડશે. WhatsApp Privacy Policy