Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘પાકિસ્તાનને કેમ નથી આપી કોરોના વૅક્સીન?’ સરકારે કરી સ્પષ્ટતા

‘પાકિસ્તાનને કેમ નથી આપી કોરોના વૅક્સીન?’ સરકારે કરી સ્પષ્ટતા

0
102
  • ભારતની વૅક્સીન ડિપ્લોમેસીના વિશ્વભરમાં થઈ રહ્યાં છે વખાણ, જાણો ક્યાં દેશને મોકલાઈ મદદ

નવી દિલ્હી: કહેવાય છે કે, મુશ્કેલ ઘડીમાં જે તમારો સાથ આપે, તેજ સાચો મિત્ર હોય છે. કોરોના મહામારીના (Corona Pandemic) આ કપરા કાળમાં ભારત પણ પોતાના પાડોશી દેશો માટે ખરા મિત્રની ભૂમિકા ભજવી રહ્યું છે. વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો દેશ હોવા છતાં ભારત સતત જરૂરિયાતમંદ દેશોને કોરોના વૅક્સીન (Indian Corona Vaccine) મોકલી રહ્યું છે.

ભારતની આ વૅક્સીન (Indian Corona Vaccine) ડિપ્લોમસીના વિશ્વભરમાં વખાણ થઈ રહ્યાં છે. ખુદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને (WHO) પણ ભારતના વખાણ કરતાં PM મોદીનો (PM Modi) આભાર માન્યો છે. જો કે હજુ સુધી પાકિસ્તાનને કોઈ વૅક્સીન (Covid Vaccine) સપ્લાય નથી કરવામાં આવી.

આ અંગે મોદી સરકારનું કહેવું છે કે, પાકિસ્તાન તરફથી એવી કોઈ ડિમાન્ડ જ નથી કરવામાં આવી. ભારતે પોતાની વૅક્સીન (Indian Corona Vaccine) બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, માલદીવ અને ભૂતાન જેવા દેશને ડોનેટ કરી છે. અફઘાનિસ્તાન અને શ્રીલંકા તરફથી હજુ સુધી સરકારને રેગ્યુલેટરી ક્લીયરન્સનું કન્ફોર્મેશન નથી મળ્યું.

આ પણ વાંચો: ટ્રેક્ટર માર્ચ માટે દિલ્હી પોલીસની મંજૂરી મળવાનો ખેડૂત સંગઠનનો દાવો, 2 લાખથી વધુ ટ્રેક્ટર તૈયાર

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, તેમને આ વાતની કોઈ જાણકારી નથી કે, પાકિસ્તાનને G2G કે પછી કૉમર્શિયલ બેસિસ પર વૅક્સીન (Covid Vaccine) આપવાની છે. જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યું કે, શું ભારત તેના પાડોશી દેશ પાકિસ્તાનને વૅક્સીન (Indian Corona Vaccine) આપવાનો છે? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, હાલ તેનો જવાબ આપી શકાય તેમ નથી. ભારત ઘરેલુ જરૂરિયાત માટે વૅક્સીનનો (Corona Vaccine) સ્ટૉક ખૂટી ના જાય તેના પર સતત નજર રાખી રહ્યું છે.

ભારત સરકાર સઉદી અરબ, મોરક્કો, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલને પણ કોરોના વૅક્સીન (Indian Corona Vaccine) ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. જે દેશોને વૅક્સીન સપ્લાય કરવામાં આવી રહી છે, તેમા ભારત જોઈ રહ્યું છે કે, વૅક્સીન (Covid Vaccine) કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને શું સબંધિત દેશોએ રેગ્યુલેટરી એપ્રુવલ્સ જાહેર કર્યાં છે. ભારત માટે સૌ પ્રથમ શરત પોતાના લોકો માટે વૅક્સીન ઉપલબ્ધ કરાવવાનો છે.

બીજી તરફ ભારત દ્વારા વૅક્સીન (Indian Corona Vaccine) મળ્યા બાદ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેએમ બૉલ્સોનારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરીને આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, કોરોના સામેની જંગમાં (Fight Against Corona) ભારત સાથે મળીને કામ કરવા પર બ્રાઝીલને ગર્વ છે. બીજી તરફ ચીને પાકિસ્તાનને સિનોફાર્મની 5 લાખ વૅક્સીનના ડોઝ પૂરા પાડવાનું આશ્વાસન આપ્યું છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9