Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના પર સરકારનું ગણિત! લૉકડાઉને 78 હજાર લોકોની જિંદગીઓ બચાવી

કોરોના પર સરકારનું ગણિત! લૉકડાઉને 78 હજાર લોકોની જિંદગીઓ બચાવી

0
148

નવી દિલ્હી: કોરોના વાઈરસને લઈને કેન્દ્ર સરકાર તરફથી કેટલાક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં કોરોનાનો મૃત્યુદર શું છે? હાલ કંઈ સ્પીડથી લોકો રિકવર થઈ રહ્યાં છે? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાઓમાં લૉકડાઉનના ફાયદા પર દર્શાવવામાં આવ્યા છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ, લૉકડાઉનથી 78 હજાર લોકોની જિંદગી બચાવવામાં આવી

કેન્દ્ર સરકાર તરફથી ડબલિંગ રેટને લઈને આપવામાં આવેલી જાણકારીમાં જણાવાયું છે કે, જ્યારે લૉકડાઉન શરૂ થયુ હતુ, ત્યારે ડબલિંગ રેટ 3.4 દિવસનો હતો, પરંતુ આજની તારીખમાં આ રેટ 13.3 છે. ડબલિંગ રેટમાં આ સુધારો લૉકડાઉનના કારણે થયો છે.

સરકારે બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ મૉડલનો આધાર આપતા જણાવ્યું કે, આ મૉડલ મુજબ લૉકડાઉને અંદાજે 1.2 થી લઈને 2.1 લાખ લોકોની જિંદગીઓ બચાવી છે. જ્યારે લગભગ 36 થી 70 લાખ સુધી કોરોનાના કેસોને વધતા અટકાવ્યા છે. જ્યારે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન પ્રમાણે, લૉકડાઉનથી 78 હજાર જિંદગીઓને બચાવવામાં આવી છે.

લૉકડાઉનનો મળ્યો લાભ, લાખો પોઝિટિવ કેસ ટળ્યા
લૉકડાઉનને લઈને અનેક એજન્સીઓ અને સંસ્થાઓએ પણ આંકડા જાહેર કર્યાં છે. જેમાં લૉકડાઉન ના હોવા પર સંભાવિત કેસ અને મોતના આંકડા દર્શાવવામાં આવ્યા છે. જણાવાયું છે કે, બે સ્વતંત્ર ઈકોનૉમિસ્ટના મૉડલ પ્રમાણે, લૉકડાઉનથી અંદાજે 68 હજાર નવા મોત અને 23 લાખ કોરોના કેસોને ટાળવામાં સફળતા મળી છે.

દેશના 5 રાજ્યોમાં 80 ટકા મરણ
કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે, ભારતમાં અત્યારે માત્ર સીમિત જગ્યાઓ પર કોરોનાના સૌથી વધુ કેસ છે. માત્ર 5 રાજ્યોમાં જ કોરોનાના 80 ટકા કેસો છે. જ્યારે 80 ટકા મરણ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં નોંધાયા છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

મોદી સરકાર પાસે લૉકડાઉનમાંથી નીકળવા માટે કોઈ રણનીતિ નથી: સોનિયા ગાંધી