Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વૅક્સીન માટે મોબાઈલ પર આવશે SMS, સરકારની બ્લૂપ્રિન્ટ તૈયાર

કોરોના વૅક્સીન માટે મોબાઈલ પર આવશે SMS, સરકારની બ્લૂપ્રિન્ટ તૈયાર

0
164
  • પોલિંગ બૂથની જેમ વૅક્સીન બૂથ ઉભા કરવાની ક્વાયત
  • સ્કૂલોમાં મૂકવામાં આવશે કોરોના વૅક્સીન
  • વૅક્સીન મૂકાવનાર વ્યક્તિને QR કોડ તરીકે સર્ટીફિકેટ પણ ઈસ્યૂ કરાશે

નવી દિલ્હી: દેશ-દુનિયામાં કોરોનાના વધતા જતાં કેસો (Corona Cases) વચ્ચે જલ્દી જ કોઈ વૅક્સીનને (Covid Vaccine) મંજૂરી મળવાની સંભાવના વધી ગઈ છે. ભારતમાં પણ ઑક્સફોર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રાજેનેકા અને ભારત બાયોટેકની વૅક્સીન ટ્રાયલના અંતિમ સ્ટેજમાં છે. એવામાં કેન્દ્ર સરકાર વૅક્સીનને જલ્દી મંજૂરી મળવાની સંભાવનાને જોતા પોતાની ડિલિવરી સિસ્ટમને (Corona Vaccination Drive)મજબૂત કરવા મથી રહી છે.

આ માટે બ્લૂપ્રિન્ટ પણ તૈયાર કરી લેવામાં આવી છે. એવું કહેવાય છે કે, સરકાર SMS મારફતે લોકોને વૅક્સીન (Corona Vaccination Drive) મૂકાવવાની જગ્યા અને સમયની જાણકારી મોકલશે. આ સિવાય તેમને QR કોડ તરીકે સર્ટિફિકેટ પણ ઈસ્યૂ કરવામાં આવશે.

“ધી સંડે એક્સપ્રેસ”ને મળેલી જાણકારી મુજબ, લોકો માટે વૅક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive) એકદમ ચૂંટણી અભિયાનના આધાર પર જ ચલાવવામાં આવશે. એટલે કે, વૅક્સીનેશન માટે સ્કૂલોના મોટા નેટવર્કને સ્વાસ્થ્ય સુવિધા માટે તૈયાર કરવામાં આવશે. જેથી વૅક્સીનને જેમ બને તેમ જલ્દી લોકો સુધી પહોંચાડી શકાય.

એવું માનવામાં આવી રહ્યું છે કે, દેશમાં આગામી વર્ષની શરૂઆત સુધીમાં કોરોનાની પ્રથમ વૅક્સીન (Covid Vaccine) આવી શકે છે. એવામાં એક એક્સપર્ટનું ગ્રુપ વૅક્સીનેશન અભિયાનની (Corona Vaccination Drive) બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં જોતરાઈ ગયું છે.

વડાપ્રધાન મોદીએ (PM Modi) ગત સપ્તાહે જ નેશનલ એક્સપર્ટ વૅક્સીન ગ્રુપની એક હાઈલેવલ સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં લઈને વૅક્સીન ડિલીવરી (Corona Vaccination Drive) માટે સામાન્ય ચૂંટણી જેવી જ સિસ્ટમ લાગી કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જાન્યુઆરીમાં આવી શકે છે કોરોના વૅક્સીન, CM રૂપાણીએ આપ્યા સંકેત

સુત્રો અનુસાર, વૅક્સીન (Covid Vaccine) લગાવવાનું કામ માત્ર હાલના સ્વાસ્થ્ય કેન્દ્રો પૂરતુ સીમિત નહીં રહે, પરંતુ તેને મતદાન મથકોની જેમ સ્કૂલોમાં પણ લગાવવામાં આવી શકે છે. આટલું જ નહીં, વૅક્સીનની ડિલીવરી સિસ્ટમમાં eVIN (ઈલેક્ટ્રોનિક વૅક્સીન ઈન્ટેલિજન્સ નેટવર્ક) ટેકનિક જોડવા પર પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્થાનિક સ્તરે વિક્સિત આ ટેકનીકથી વૅક્સીનના સ્ટૉકની ડિજિટલ રીતે દેખરેખ રાખી શકાશે. આ સાથે જ વૅક્સીન (Covid Vaccine) મેળવનારા લોકોનું પણ ટ્રેકિંગ થઈ શકશે

હાલના સમયમાં eVIN સિસ્ટમમાં આ ખાસિયત નથી અને હાલ તેનાથી કોલ્ડ સ્ટોરેજથી સ્વાસ્થ્ય કેન્દ્ર સુધી લાવવામાં આવેલ વૅક્સીનના સ્ટૉકની જ જાણકારી પ્રાપ્ત કરી શકાય તેમ છે.

એવું ચર્ચાઈ રહ્યું છે કે, વૅક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive) અનેક તબક્કામાં ચાલશે. આ માટે એક વિશેષ પ્લેટફૉર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે વૅક્સીન મેળવનારા લોકોન SMS મારફતે તેમને વૅક્સીન (Covid Vaccine) લગાવવાની તારીખ, લોકેશન અને કેન્દ્રની જાણકારી આપશે. વ્યક્તિને વૅક્સીન મૂકાવ્યા બાદ QR કોડ આધારિત ડિજિટલ સર્ટિફિકેટ પણ ઈસ્યૂ કરવામાં આવશે. જે સિસ્ટમ જનરેટેડ હશે.