Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ખાનગીકરણને લઈને શું છે સરકારની રણનીતિ? 300થી વધુ સરકારી કંપનીઓ સમેટાઈ જશે!

ખાનગીકરણને લઈને શું છે સરકારની રણનીતિ? 300થી વધુ સરકારી કંપનીઓ સમેટાઈ જશે!

0
195
  • પૉલિસી સામે અનેક પડકારો, લગભગ બે ડઝન જેટલી સરકારી કંપનીઓ જ બચશે Privatization In India

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર પબ્લિક સેક્ટર યુનિટ (PSU)ની સંખ્યા ઘટાડીને લગભગ બે ડઝન કરી શકે છે. વર્તમાનમાં આવી કંપનીઓની સંખ્યા 300થી અધિક છે. સરકાર ખાનગીકરણને લઈને નવી નીતિ અપનાવી રહી છે. જેમાં નુક્સાનમાં જઈ રહેલા નોન કોર સેક્ટરના યુનિટથી પોતાની પોતાની જવાબદારી ખતમ કરશે. Privatization In India

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક રિપોર્ટએ પોતાના એક રિપોર્ટમાં સરકારી સુત્રોના આધારે જણાવ્યું છે કે, નીતિ આયોગની ભલામણો બાદ કેન્દ્રીય કેબિનેટ તેના પર અંતિમ નિર્ણય લેશે. નીતિ આયોગને જવાબદારી સોંપવામાં આવી છે કે, તેઓ આગામી તબક્કાની રણનીતિક વેચાણ માટે આવી કંપનીઓની ઓળખ કરે.

બજેટમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, આ સેગમેન્ટમાં માત્ર ચાર જ મુખ્ય સેક્ટર્સ હશે. મોટાભાગના પબ્લિક સેક્ટર્સ યુનિટની સંખ્યાં 3 થી 4 હશે. આ સિવાય અન્ય તમામ ક્ષેત્રોમાં કામ કરનારી સરકારી કંપનીઓથી કેન્દ્ર સરકારની જવાબદારી મુક્ત થશે. જેમાં બેંક, ઈન્સ્યોરન્સ કંપનીઓ પણ સામેલ હશે. જે બાદ તેની સંખ્યા ઘટીને લગભગ બે ડઝનથી પણ ઓછી થઈ જશે.

બજેટ 2021માં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે એટૉમિક એનર્જી, સ્પેસ, ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ, ટેલિકૉમ્યુનિકેશન, પાવર, પેટ્રોલિયમ, ટેલિકૉમ્યુનિકેશન્સ, પેટ્રોલિયમ, કોલસા અને અન્ય ખનીજ, બેંકિંગ, ઈન્સ્યોરન્સ અને ફાઈનાન્સિયલ સેક્ટરને રણનીતિક સેક્ટર ગણવામાં આવ્યા હતા. Privatization In India

સરકારની નીતિ અનુસાર, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝની સંખ્યા ઓછી હશે. આ સિવાય અન્ય CPSEs નું પણ ખાનગીકરણ કે વિલય અથવા અન્ય CPSEsની સહાયક કંપની બનાવવામાં આવશે અથવા તો બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો: ભાજપના ફાયદા માટે એકપણ પાટીદાર ઉમેદવાર ફોર્મ પરત નહીં ખેંચે: કુંભાણી Privatization In India

ખાનગીકરણને લઈને કેન્દ્ર સરકાર આ નીતિ પર વધુ ધ્યાન આપી રહી છે. સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે, તે ખાનગીકરણની પ્રક્રિયાને પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. એ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, ખાનગી સેક્ટર અને વૈશ્વિક રોકાણકારોને સામેલ કરવામાં આવશે. Privatization In India

પબ્લિકે સેક્ટર એન્ટરપ્રાઈઝ સર્વે 2018-19 મુજબ, 31 માર્ચ 2019 સુધી કુલ CPSEsની સંખ્યા 348 છે. જેમાંથી 249 એન્ટરપ્રાઈઝનું સંચાલન થઈ રહ્યું છે. જ્યારે 83 અંડર કન્સ્ટ્રક્શનમાં છે, બાકી બચેલી 12 બંધ પડી ગઈ છે અથવા તો તેનું લિક્વિડેશન થઈ રહ્યું છે.

સરકાર સામે આ પૉલિસીને લઈને પણ અનેક પડકારો છે. આ રિપોર્ટમાં સરકારી સુત્રોના આધારે કહેવામાં આવ્યું છે કે, લગભગ એક ડઝન તો કન્સલ્ટિંગ ફર્મ્સ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી યુનિટના કેટલાક કર્મચારીઓને સામેલ કરીને કન્સલ્ટિંગ કંપની બનાવવી વધુ સરળ હશે. Privatization In India

આ સિવાય સરકારને મોટો હિસ્સો વેચતા પહેલા અનેક બાબતો પર ધ્યાન આપવું પડશે. કેટલાક સેક્ટર્સમાં સતત ખાનગીકરણના કારણે પણ વિપરિત અસર પડી શકે છે. જેનાથી સરકારને પૂરતી મૂડી પણ નહીં મળે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat