Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > ભારતમાં બ્લૉક થઈ શકે છે ટ્વીટર, કેન્દ્ર સરકારે ફટકારી નોટિસ

ભારતમાં બ્લૉક થઈ શકે છે ટ્વીટર, કેન્દ્ર સરકારે ફટકારી નોટિસ

0
123
  • ટ્વીટરે લેહને જમ્મુ-કાશ્મીરનો ભાગ ગણાવ્યો
  • લેહને લઈને વિવાદાસ્પદ ટ્વીટ બદલ કેન્દ્ર સરકારે 5 દિવસમાં માંગ્યો જવાબ

Twitter Map Controversy: સોશિયલ મીડિયાના જાણીતા પ્લેટફોર્મમાંથી એક ટ્વીટર પર ભારતમાં પ્રતિબંધ (Twitter Ban In India) મૂકાવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હકીકતમાં લેહ લદ્દાખમાં આવેલ છે, પરંતુ ટ્વીટરે (Twitter Ladakh Map) તેને જમ્મુ-કાશ્મીરનો હિસ્સો ગણાવ્યો હતો. આ માટે ભારતમાં ટ્વીટરને સસ્પેન્સ કે બ્લોક (Twitter Ban In India) કરવામાં આવી છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી મિનિસ્ટરી તરફથી અગાઉ પણ ટ્વીટરને નોટિસ (Twitter Leh Issue) ફટકારવામાં આવી ચૂકી છે.

9 નવેમ્બરે ટ્વીટરના (Twitter Map Controversy) ગ્લોબલ વાઈસ પ્રેસિડન્ટને ફટકારવામાં આવેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે, ટ્વીટર લેહને (Twitter Leh Issue)સતત જમ્મુ-કાશ્મીરનો ભાગ ગણાવી રહ્યું છે. જે ભારતીય સંસદની સંપ્રભૂતાની ભાવનાનું ઉલ્લંઘન છે, કારણ કે લદ્દાખને (Twitter Ladakh Map) ભારતે કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યો છે અને લેહ તેનું વડુ મથક છે.

અહીં સુધી કે સરકારે કાયદેસરની કાર્યવાહીની ચેતવણી (Twitter Ban In India) પણ આપી છે. હવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ટ્વીટર ઈન્ડિયા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી શકે છે. સરકાર ટ્વીટરની આ હરકતને ભારતીય સંસદની ઈચ્છાશક્તિને નીચા દેખાડવા માટે ટ્વીટર તરફથી જાણી જોઈને કરવામાં આવેલ કોશિશ તરીકે જોઈ રહી છે.

આ પણ વાંચો: બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં રાહુલ ગાંધીને ગણાવ્યા ‘નર્વસ નેતા’, મનમોહન સિંહનો પણ ઉલ્લેખ

જણાવી દઈએ કે, ટ્વીટરને (Twitter Map Controversy)નોટિસ ફટકારીને 5 દિવસની અંદર જવાબ માંગવામાં આવ્યો છે. અગાઉ જ્યારે લેહને (Twitter Leh Issue) ચીનનો ભાગ ગણાવાયો હતો, ત્યારે પણ ટ્વીટરના ફાઉન્ડર જૈક ડૉર્સીને નોટિસ ફટકારવામાં આવી હતી. આ

વખતે ફટકારવામાં આવેલી નોટિસમાં કેન્દ્રીય મંત્રાલયે ટ્વીટરના ગ્લોબલ વાઈસ પ્રેસિડન્ટને પ્રશ્ન પૂછ્યો છે કે, ખોટો નક્શો (Twitter Ladakh Map) દર્શાવીને ભારતની અખંડતાનું અપમાન કરવા માટે ટ્વીટર અને તેના અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કેમ ના કરવામાં આવે? જો ટ્વીટર તરફથી સંતોષજનક જવાબ નહીં મળે તો, તેના વિરુદ્ધ IT એક્ટની કલમ 69-એ અતર્ગત પ્રતિબંધ (Twitter Ban In India) પણ લગાવવામાં આવી શકે છે. ગુનાહિત કૃત્યમાં કેસ દાખલ કરવામાં આવી શકે છે, જેમાં 6 મહિનાની જેલની સજાની જોગવાઈ પણ છે.