Gujarat Exclusive > દેશ-વિદેશ > ડૉમેસ્ટિક ફ્લાઈટો માટે સરકારે 3 મહિના સુધી રેટ ફિક્સ કર્યા, ગાઈડલાઈન પણ જાહેર

ડૉમેસ્ટિક ફ્લાઈટો માટે સરકારે 3 મહિના સુધી રેટ ફિક્સ કર્યા, ગાઈડલાઈન પણ જાહેર

0
260

નવી દિલ્હી: આગામી સોમવારથી ડોમેસ્ટિક ફ્લાઈટોને બે મહિના બાદ શરૂ કરવામાં આવી રહી છે. જો કે આ દરમિયાન અનેક બાબતો પહેલા જેવી નહીં રહે. ડોમેસ્ટિક ફ્લાઈટો માટે જરૂરી ગાઈડલાઈન્સ અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) જાહેર કરવામાં આવ્યા બાદ હવે ડૉમેસ્ટિક ફ્લાઈટો માટે ત્રણ મહિના સુધી ન્યુનતમ અને અધિકત્તમ ભાડુ નક્કી કરવામાં આવ્યું છે, જે 25-મેથી શરૂ થશે.

આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, ડોમેસ્ટિક ફ્લાઈટો માટે દિલ્હી-મુંબઈ કેસમાં 90થી 120 મિનિટ વચ્ચેના પ્રવાસ માટે ઓછામાં ઓછું 3500 રૂપિયા ભાડુ રહેશે, જ્યારે વધુમાં વધુ 10 હજાર રૂપિયા ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. જે 24 ઓગસ્ટ સુધી 3 મહિના માટે યથાવત રહેશે.

આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ “વંદે ભારત” મિશન અંતર્ગત ભારતમાં લાવવામાં આવેલા લોકો વિશે પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ કે, “વંદે ભારત” મિશન તમામ લોકોને પરત લાવવા માટે નથી. આ માત્ર એવા લોકો માટે છે, જેઓ ત્યાં ફસાયા છે. હાલ આ “વંદે ભારત” મિશન સારૂ ચાલી રહ્યું છે.

કોરોના અંગે હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે, પરંતુ મૃત્યુદર ઓછો છે. જોવા જઈએ તો, કોરોનાથી એવા લોકોના વધુ મોત થયા છે, જેમને પહેલાથી જ કોઈ બીમારી હતી. આથી હવે નિર્ણય લેવો જરૂરી હતો. આપણે ધીમે-ધીમે આગળ વધવુ પડશે. આ બધુ જોઈને જ અમે ડૉમેસ્ટિક ફ્લાઈટો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે જણાવ્યું કે, એરપોર્ટ ઓથોરિટીએ વિગતવાર ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. સિક્યોરિટી માટે પણ પ્રોટોકૉલ બનાવવામાં આવ્યો છે. ગાઈડલાઈન અંગે જણાવ્યું કે,

→ આરોગ્ય સેતુ એપમાં રેડ સ્ટેટસવાળા લોકોને મુસાફરીની મંજૂરી નહીં મળે
→ મુસાફરોએ પોતાની સાથે સેનેટાઈઝર અને માસ્ક લાવવું ફરજિયાત રહેશે
→ તમામ સીટો પર પાણીની બોટલ ઉપલબ્ધ રહેશે
→ માત્ર એક જ ચેક-ઈન બેગની મંજૂરી મળશે

આ સાથે જ તેમણે જણાવ્યું કે, ફ્લાઈટ્સના રૂટને 7 સેક્શનમાં વિભાજિત કરી દેવામાં આવ્યા છે અને તે પ્રમાણે ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. પ્રથમ સેક્શનમાં એવા રૂટ જ્યાં ફ્લાઈટનો સમય 40 મિનિટથી ઓછો હશે. બીજા સેક્શનમાં 40 મિનિટથી વધુ અને 60 મિનિટ સુધીનો સમય. ત્રીજા સેક્શનમાં 60 થી 90 મિનિટનો સમય. ચોથા સેક્શનમાં 90 થી 120 મિનિટનો સમય. પાંચમા સેક્શનમાં 2 થી અઢી કલાકનો સમય. છઠ્ઠા સેક્સમાં અઢીથી 3 કલાકનો સમય અને સાતમાં સેક્શનમાં 3 કલાકથી લઈને સાડા ત્રણ કલાકના સમયની ફ્લાઈટને રાખવામાં આવી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

પ્રિયંકા ગાંધીની અપીલ પર કોંગ્રેસનું ઓનલાઈન પ્રદર્શન, FB Live પર ઉઠાવ્યો શ્રમિકોનો અવાજ