Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > નવા ડિજિટલ નિયમોને લઈને ટ્વીટર-ઈન્સ્ટાગ્રામ તરફથી કોઈ જવાબ નહીં, હવે સરકાર શું કરશે?

નવા ડિજિટલ નિયમોને લઈને ટ્વીટર-ઈન્સ્ટાગ્રામ તરફથી કોઈ જવાબ નહીં, હવે સરકાર શું કરશે?

0
143

ભારત સરકાર તરફથી દેશમાં સેલ્ફ રેગ્યુલેશન માટે સોશિયલ મીડિયા કંપનીઓને આપેલી 3 મહિનાની મુદ્દત આજે સમાપ્ત થઈ ગઈ છે. જો કે આ મુદ્દત પૂરી થયા પહેલા જ ફેસબુકે પોતાનો જવાબ સરકારને સુપરત કરી દીધો છે. જ્યારે ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામના જવાબની રાહ જોવાઈ રહી છે. એવામાં સરકાર પાસે બન્ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાર્યવાહી કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. New Digital policy 

જણાવી દઈએ કે, મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને (Social Media Platforms) નવા નિયમોનું પાલન કરવા માટે સરકાર તરફથી 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ કેટેગરીમાં એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને રાખવામાં આવે છે, જેના રજિસ્ટર્ડ યુઝર્સની સંખ્યા 50 લાખથી અધિક છે.

વિશ્વની જાયન્ટ ડિજિટલ કંપનીઓ ગૂગલ અને ફેસબુકે મંગળવારે સરકારને પોતાનો જવાબ આપી દીધો છે. કંપનીઓનું કહેવું છે કે, તેઓ નવા IT નિયમોના પાલન માટે જરૂરી પગલા ભરી રહી છે.

ફેસબુકે નવા ડિજિટલ નિયમોની મુદ્દત પતે તે પહેલા જ જવાબ આપતા જણાવ્યું કે, તે કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટે સરકારના નવા નિયમોનું ચોક્કસ પાલન કરશે. સરકાર સાથે કેટલાક મુદ્દાઓ પર વાતચીત ચાલી રહી છે. ફેસબુક તરફથી કહેવામાં આવ્યું કે, અમારું ફોકસ IT નિયમોની જોગવાઈનું પાલન કરવા પર જ છે.

જ્યારે ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું કે, કંપનીએ અસરકારક અને નિષ્પક્ષ રીતે અયોગ્ય કન્ટેન્ટ અને અપલોડ કરવા સંદર્ભે સ્થાનિક નિયમોનું પાલન કરવા માટે પગલા ભર્યાં છે.

આ પણ વાંચો:  ખેડૂત આંદોલન: ટિયરગેસના સેલ, હિંસા, 6 મહિનાની 6 મોટી વાતો New Digital policy 

કંપનીઓ વિરુદ્ધ કંઈ કાર્યવાહી થશે?
ભારત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી નવી પૉલિસીનું પાલન જે કંપનીઓ નહીં કરે, તેના વિરુદ્ધ આકરા પગલા ભરવામાં આવી શકે છે. સરકાર આવી કંપનીઓને IT એક્ટ 2000ના સેક્શન 79ની અંતર્ગત સુરક્ષા મળે છે, તેને ખતમ કરી શકે છે.

હકીકતમાં અત્યાર સુધી કંપનીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (Social Media Platforms) પર કોઈ વ્યક્તિ ફેક ન્યૂઝ કે ગેરકાયદેસર જાણકારી પોસ્ટ કરે છે, તો તેના માટે આ કંપનીઓ જવાબદાર નથી ઠેરવવામાં આવતી અને કોર્ટમાં કંપનીઓને પક્ષકાર નથી બનાવી શકાતી. જો કે સરકારની કાર્યવાહી બાદ આ કંપનીઓને મળતી સુરક્ષા સમાપ્ત થશે અને નિયમોનું પાલન ના કરનારી કંપનીઓ વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરી શકે છે. New Digital policy 

સરકાર તરફથી આપવામાં આવેલી મુદ્દત સમાપ્ત થયા બાદ પણ હજુ સુધી ટ્વીટર તરફથી કોઈ જવાબ નથી મળ્યો. જો કે મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટ્વીટરની સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં ટ્વીટર પર પોતાની સ્પષ્ટતા કરી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat