Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના સંકટઃ રાજ્ય સરકારની નિષ્ફળતા બદલ રાજ્યપાલનો માનવ અધિકાર આયોગને તપાસનો આદેશ

કોરોના સંકટઃ રાજ્ય સરકારની નિષ્ફળતા બદલ રાજ્યપાલનો માનવ અધિકાર આયોગને તપાસનો આદેશ

0
1038

સમગ્ર દેશમાં કોરોનાનાં સંક્રમણનાં વધતાં જતા કેસો વચ્ચે ગુજરાતની પણ હાલ ખરાબ પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે કહી શકાય કે ગુજરાતમાં કોરોનાને રોકવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે. સરકાર ભલે રિકવરી રેટ ભારતમાં સૌથી વધારે અમદાવાદનાં હોવાનાં દાવા કરતી હોય પરંતુ કોરોનાથી થતાં મોતનો આંક પણ એટલો જ ઉંચો છે. ત્યારે હવે વિધાનસભા કોંગ્રેસનાં MLA શૈલેષ પરમારે રાજ્યપાલને આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા સામે પત્ર લખ્યો હતો. આ પત્ર બાદ રાજ્યપાલે રાજ્ય સરકાર સામે આયોગને તપાસ કરવાનાં આદેશ આપ્યાં છે.

માનવ અધિકાર આયોગને તપાસનાં આદેશ
જેને લઇને રાજ્યપાલનાં આ આદેશ બાદ હવે રૂપાણી સરકારની મુશ્કેલી વધી શકે છે. શૈલષ પરમારનાં આ પત્રને આધારે રાજ્યપાલ દ્રારા આ તપાસ માનવ અધિકાર ભંગનાં સચિવને મોકલવામાં આવી છે. ઉપરાંત આરોગ્ય વિભાગને પણ કાર્યવાહી કરવાનાં આદેશ આપવામાં આવ્યાં છે. રાજ્યપાલ દ્વારા આરોગ્ય વિભાગ તથા સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા સામે લખેલા પત્રનાં અનુસંધાને માનવ અધિકાર ભંગ બદલ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને રાજ્યપાલે તપાસ સોપવાનાં આદેશ કર્યા છે. મહત્વનું છે કે અમદાવાદમાં કોરોનાનાં સંક્રમિત કેસો સતત વધી રહ્યાં છે ત્યારે કોંગ્રેસનાં MLA શૈલેષ પરમારે લોકોના મોત અંગે કાર્યવાહીની માંગ કરી હતી.

જાણો શૈલેષ પરમારે શું કહ્યું હતું?

દાણીલીમડાનાં કોંગ્રેસ MLA શૈલેષ પરમારે ગત તારીખ 17 મેના રોજ લેખિત રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, દેશ અને રાજયમાં હાલમાં કોરોના મહામારીનો રોગ ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન આપેલ છે જેનું રાજયના નાગરીકો ચુસ્તપણે પાલન કરે છે. ગુજરાત રાજય કોરોનાના પોઝીટીવ કેસોમાં દેશમાં બીજા નબંર પર રહ્યુ છે. ગુજરાતમાં કોરોના દર્દીઓનો મૃત્યુ આંકનો દર ૬.૦૫%, મહારાષ્ટ્રમાં ૩.૮૫%, રાજસથાનમાં ૨.૬૮%, દિલ્હીમાં ૧.૦૪% અને તમીલનાડુમાં ૦.૬% છે. પ્રતિ ૧૦ લાખે દિલ્હીમાં ૪,૬૦૨, તમીલનાડુમાં ૨,૮૦૬, રાજસ્થાનમાં ૨,૧૨૩, મહારાષ્ટ્રમાં ૧,૭૯૮ અને ગુજરાતમાં ૧,૬૬૪ ટેસ્ટ થાય છે. આમ ગુજરાતમાં ટેસ્ટીંગનો દર સૌથી ઓછો અને મૃત્યુનો દર સૌથી વધારે છે. ગુજરાતના સાડા છ કરોડ લોકોને રક્ષણ આપવું તે રાજય સરકારની નૈતિક ફરજ છે તેમાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.

એઈમ્સનાં ડાયરેકટર દ્વારા ગુજરાત રાજયની કોરોના મહામારી અંગે રૂબરૂ મુલાકાત બાદ તેમણે જણાવ્યુ હતું કે , રાજયમાં આવેલા કોરોના પોઝિ ટિવના કેસોમાં ૮૦% દર્દીઓમાં અન્ય લક્ષણો જેવાકે તાવ, શરદી, ખાંસી જોવા મળતાં નથી તેમ છતાં પણ રાજયના ૮૦% દર્દીઓ કોરોના પોઝિટિવથી પીડાય છે. જે ખુબજ ગંભીર બાબત છે. કોંગ્રેસ પક્ષ અને પ્રજાના પ્રતિનિધીઓ વતી રાજય સરકાર સમક્ષ માંગ કરવામાં આવેલ છે કે કોરોનાના ટેસ્ટીંગ હાલની
સ્થિતિમાં વધુમાં વધુ કરાવવા ખુબજ જરૂરી છે.

રાજયમાં સાડા છ કરોડની વસ્તી સામે ફકત ૧,૩૮,૦૦૦ કરતા ઓછા ટેસ્ટ કરવામાં આવ્યા છે. ફકત ટેમ્પરેચર સ્ક્રીનીંગ જ મોટા ભાગના લોકોનું કરવામાં આવે છે જયારે રાજયમાં ૮૦%
દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી કે અન્ય લક્ષણો ન હોવા છતાં પણ કોરોનાના પોઝિટિવ કેસો આવ્યા છે. રાજ્ય સરકાર આ ગંભીર બાબતે નાગરીકોનાં જીવન સાથે રમત રમી રહી હોઈ તેવું ચોકકસપણે લાગે છે. આપ શ્રી રાજયના બંધારણીય વડા છો ત્યારે નાગરીકોને પોતાના હાલ ઉપર જીવવા પર મજબૂર કરનાર રાજય સરકાર દ્વારા થતા માનવ અધીકારનો ભંગ બદલ કાર્યવાહી કરવા યોગ્ય આદેશ આપી રાજયના નાગરીકોના કરૂણ મોત અટકાવવા પગલાં લેવા ખૂબ જરૂરી છે.

રાજયમાં આરોગ્યલક્ષી સેવાઓ અને ખાસ કરીને અમદાવાદ સીવીલ કેમ્પસમાં આવેલ કોવીડ હોƨપીટલમાં કોરોના દર્દીઓની સારવારમાં ખૂબ જ બેદરકારી દાખવવામાં આવેછે. કોરોના સારવાર માટે દાખલ થયેલ દર્દી પોઝિટિવ છે કે નેગેટિવ તે અંગેની માહિતી પરિવારજનોને ૭-૮ દિવસ સુધી આપવામાં આવતી નથી. સૌથી દુખઃદ હકીકત તો એ છે કે કોરોના સારવાર માટે દાખલ થયેલ દર્દીનું મૃત્યુ થઈ જાય તો અઠવાડિયા સુધી તેઓના પરિવારજનો જાણ પણ કરવામાં આવતી નથી અને મીડિયામાં દર્દીના ગુમ થયાના સમાચાર આવે ત્યારે તંત્ર હરકતમાં આવે છે.

દર્દીનો મૃતદેહ પરિવારને સોંપવા માટે કાર્યવાહી કરે છે. કોરોનાની સારવાર માટે દાખલ દર્દીનો મૃતદેહ ૫-૧૦ કિલોમીટર દૂર બસ સ્ટેન્ડમાથી મળે છે. કોરોના હોસ્પીટલમાં કોઈ સાર-સંભાળ લેવાવાળું કે સગા-સબંધીઓને જવાબ આપવાવાળું જ નથી. આવી ગંભીર સ્થિતિને ધ્યાને લઈને કોરોના હોસ્પિટલની ગંભીર બેદરકારી અંગે માનવ અધીકાર ભગં બદલ પગલાં લેવા અમારી માંગ છે. આ રજૂઆતને આધારે રાજ્યપાલ કચેરી તરફથી દર્દીઓની સારવારમાં બેદરકારી દાખવનારા સરકારી તંત્ર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માટે માનવધિકાર પંચને જાણ કરવામાં આવી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

રાજ્યનાં ગૃહ વિભાગનો મહત્વનો આદેશ, હવેથી દૂધ કલેક્શન અને ડેરીઓને લગતી કામગીરી સવારનાં 7થી…