Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > સરકારનો નવો મંત્ર- ‘સમસ્યાનો જ અસ્વીકાર કરી નાખો’

સરકારનો નવો મંત્ર- ‘સમસ્યાનો જ અસ્વીકાર કરી નાખો’

0
854

દેશમાં અત્યાર સુધીમાં આવેલ મોટાભાગની કોઈપણ સરકારે કરેલા પોતાના વાયદાઓ, જાહેર કરેલી યોજનાઓ અને ગ્રાઉન્ડ લેવલે થયેલા કામોમાં ફરક રહે છે. કોઇ સરકારમાં વધારે તો કોઇ સરકારમાં ઓછો. પરંતુ કેટલાક સમયથી એક ખુબ જ ચિંતાજનક બીમારી જોવા મળી રહી છે અને તે બીમારી છે અસ્વીકાર કરી દેવાની. પહેલાની સરકારોમાં આવી બીમારી કામમાં ગડબડી અને કાચબાની ચાલની હતી. પરંતુ નવી બિમારી છે, સમસ્યા હોવા છતાં ઈન્કાર કરી દેવાની. ગમે તેવી સમસ્યા હોય પરંતુ સરકાર હાલમાં સમસ્યાનો સ્વીકાર કરતી જ નથી. આનુ સૌથી મોટું ઉદાહણ છે મંદી. સરકારથી લઇને સંઘ પ્રમુખ સુધી કોઇ ઈચ્છતુ નથી કે મંદી પર ચર્ચા કરવામાં આવે.

સરકારે સ્પષ્ટ રૂપથી હજું પણ સ્વીકાર્યું નથી કે, દેશ મંદીની ઝપેટમાં આવી ગયો છે. મંદીની વાત સ્વીકારવાની જગ્યાએ મોદી સરકારના મંત્રી અથવા બીજેપી નેતાઓના એવા નિવેદન આવી રહ્યાં છે, જેમા મંદી અને પ્રતિદિવસે વધી રહેલી બેરોજગારીને ફગાવવાની કોશિષ કરવામાં આવી રહી છે. કેટલાક નેતાઓ ફિલ્મોના આંકડાઓ આપીને હકીકત પર પડદો નાખવા માંગે છે, તો કોઇ કહે છે નોકરીઓ તો ઘણી બધી છે પરંતુ યોગ્ય ઉમેદવારોની ઉણપ છે.

આ સ્થિતિ તે પાર્ટીની છે, જેને રોજગારને લઇને એક ખુબ જ ઉત્સાહનજન વચન આપ્યો હતો, દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનો. જોકે, સત્તામાં આવતાની સાથે જ બીજેપી પોતાની સત્તાને વિસ્તારવામાં વ્યસ્ત થઇ ગઇ અને નોકરીઓ આપવાની જગ્યાએ લાખોની સંખ્યામાં લોકોએ તેમની આર્થિક નીતિઓ અને કેટલાક સરકારી નિર્ણયોના કારણે નોકરીથી હાથ ધોવો પડ્યો. તે છતા તેઓ પોતાના અપૂર્વ સુશાસનની મોટાઇ હાંકતા થાકતા નથી. તેઓ લાખો લોકોની નોકરીઓ જતી રહી તે વાત સ્વીકારવા માટે જ તૈયાર જ નથી.

લેટેસ્ટ ઉદાહરણમાં યુપીમાં યોગી સરકારે પોતાના બજેટના અભાવે 25 હજાર હોમગાર્ડને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે, જ્યારે આની ટીકાઓ થવા લાગી તો હોમગાર્ડ મંત્રી ચેતન ચૌહાણે કહ્યું, આવી કોઈ જ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. આમ સરકાર દ્વારા સમસ્યાનો જ ઈન્કાર કરી દેવામાં આવ્યો.

લાખો લોકોએ પોતાની નોકરી કોઇ કુદરતી આપત્તિના કારણે ગુમાવી નથી. નોટબંધીએ રોજગાર છીનવી લીધા અને જીએસટીએ મોટા પ્રમાણમાં નાના અને મધ્યમ ધંધાઓને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા. પરંતુ સરકાર આ સત્યને સ્વીકારવા માટે તૈયાર નથી. બીજેપીનો એકપણ નેતા આ વાતનો સ્વીકાર ક્યારેય પણ કરશે નહીં. નાણામંત્રી કહે છે કે, જીએસટીની ટીકા ના કરો, કેમ કે હવે તે કાયદો બની ગયો છે. આમ આવા તર્ક આપવાથી કોઇ ભૂલ સુધારી શકાશે નહીં. શું નવા યૂપીએની ટીકા તે માટે કરવી જોઈએ નહીં કેમ કે, તે હવે કાયદો છે? સંઘ પ્રમુખ મોહન ભાગવતે સંઘની દશેરાની રેલીને સંબોધિત કરતા કહ્યું કે, મંદી તો આવતી-જતી રહેશે, તેના પર વધારે ચર્ચા કરવાની જરૂરત નથી. કદાચ તેમને ડર હશે કે, લોકો પોતાની અને દેશની આર્થિક પરિસ્થિતિ પર વધારે વિચારશે તો શું ખબર તેઓ હિન્દુત્વને લઇને ઉદાસીન થઇ જાય!

રાહુલે પોતાના ભાષણમાં કર્યા ધરખમ ફેરફારો, ભાષણોમાં એક વાત છે કોમન

જ્યારે દેશમાં મદીના પગરવ સંભળાવવા લાગ્યા હતા, તેનાથી પણ ઘણા સમય પહેલા બેરોજગારી વધારે વિકટ સ્વરૂપ લે તેવા સંકેત મળ્યા હતા. જોકે, સરકારે હકીકતને સ્વીકારવાની અને તેને પહોંચી વળવાની યોજના બનાવવાની જગ્યાએ સત્યને છૂપાવવાનું વલણ અપનાવ્યું. યાદ રહે કે, 2019ની લોકસભાની ચૂંટણીથી પહેલા બેરોજગારીથી સંબંધિત આંકડાઓને રિલિઝ કરવાથી રોકી દેવામા આવ્યા હતા, તે છતા રિપોર્ટ લિક થઇ ગયો હતો અને કોંગ્રેસે તેના પર બીજેપીને ઘેરવાની કોશિષ પણ કરી હતી. જોકે, બીજેપીએ તે સમસ્યાથી પણ ઈન્કાર કરી દીધો અને કહ્યું કે, આ રિપોર્ટ નકલી છે. જ્યારે લોકસભા ચૂંટણી પછી આ રિપોર્ટને બીજેપીએ જ સાચો ગણાવ્યો હતો. શું છૂપાવવાથી સમસ્યાનો અંત આવી ગયો? આજે દુનિયા જાણે છે કે, ભારતમાં બેરોજગારી રેકોર્ડ પર છે.

સમસ્યાને છૂપાવવાની, ધ્યાન ભટકાવનાર નિવેદન આપવાની અને લીપાપોતી કરવાની આ પ્રવૃતિ મંદી અને બેરોજગારી જેવી સમસ્યાઓ સુધી સીમિત નથી. કાશ્મીરના કેસમાં દુનિયા જોઇ ચૂકી છે કે, ખુબ જ અસામાન્ય પરિસ્થિતિને કેવી રીતે સરકાર તરફથી સામાન્ય બતાવવામાં આવી રહી છે. તેના કરતાં પણ મોટી આઘાતજનક વાત તે છે કે, મેન સ્ટ્રીમ મીડિયા પોપટની જેમ લોકો સુધી સરકારની અસ્વીકાર અને ઈન્કાર કરવાની વૃત્તિને પહોંચાડવાનું કામ કરીને લોકોને સત્યથી દૂર કરી રહ્યું છે. પાછલા દિવસોમાં મહારાષ્ટ્રમાં પોતાની પાર્ટીના ચૂંટણી પ્રચાર કરવા આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરના સંદર્ભમાં કહ્યું, ક્યાં છે પ્રતિબંધ? જે લોકો પ્રતિબંધની વાતો કરે છે, અસલમાં પ્રતિબંધ તેમના મગજમાં છે.

સત્તામાં હોવા માત્રથી ખોટા નિવેદન સાચા થઇ જતા નથી. શું ખબર કાલે દેશના યુવાઓ બેરોજગારીનો મુદ્દો ઉઠાવે તો સરકાર તરફથી જવાબ મળે, ક્યાં છે બેરોજગારી? બેરોજગારી માત્ર તેમના મગજમાં છે, જેઓ આ મુદ્દો ઉઠાવી રહ્યાં છે. પાછલા દિવસોમાં અમિત શાહે કહ્યું હતુ કે, આપણે માનવાધિકારોને પશ્ચિમી ધોરણોના હિસાબે નહીં, આપણી પરંપરાના હિસાબે જોવી જોઇએ. તેમની આ દલીલ માનવાધિકારોના મહત્વને ઓછી કરવાની કોશિષના ભાગરૂપે જોવામાં આવી રહી છે.

માનવાધિકાર લોકતંત્રનો પાયો છે, તે વ્યક્તિની સુરક્ષા, માનવ જીવનની ગરિમા અને બરાબરી અને ન્યાયની અવધારણા છે, જે રાજ્યના બળપ્રયોગની મર્યાદા અને જવાબદારી નક્કી કરે છે. આમ આવી રીતે તે રાજ્યને પણ અપરાધિત વ્યવહાર કરવાથી રોકે છે. આને આપણા બંધારણીય મૂલ્યો અને લોકશાહીના ધોરણો દ્વારા જ વ્યાખ્યાયિત કરી શકાય છે, ના કે પરંપરાથી. તે કોઇનાથી પણ છૂપાયેલું નથી કે, સ્ત્રીઓ, દલિતો અને અન્ય છેવાડાના માનવી અને પ્રચલિત માન્યતાઓથી અસહમત લોકો સાથે પરંપરાએ ન્યાય કર્યો નથી. તેમના માનવાધિકારોનુ શું થશે, શું તે પરંપરાથી નક્કી કરવું જોઇએ?

સમસ્યાને નજર અંદાજ કરનાર અને વ્યર્થહીન ચર્ચાઓનો સૌથી ઉત્તમ ઉદાહરણ મોહન ભાગવતની તે ટિપ્પણી છે, જેમાં તેમને કહ્યું કે, લિચિંગ એક વિદેશી શબ્દ છે. આપણા દેશમાં મોટા પ્રમાણમાં અંગ્રેજીનો વ્યવહાર થાય છે, તેના પ્રભાવરૂપે ઘણી બધી વસ્તુઓ માટે અંગ્રેજી શબ્દ પ્રચલિત થઇ ગયા છે. ટોળા દ્વારા મારી નાખનારાઓ લોકો માટે કદાચ એક શબ્દ હિન્દી અથવા ગુજરાતીમાં નથી. જો ગુજરાતીમાં કે હિન્દીમાં તે શબ્દ હોત તો શું આપણે આવી ઘટનાઓથી વધારે શરમ અનુભવતા અને શું આપણી સરકાર એવી ઘટનાઓને રોકવા માટે કોઇ ઠોસ પગલાઓ ભરતી ખરી?

કોણ છે રાજીવ ધવન? જેમને CJI સામે રામ જન્મ ભૂમિના નક્શાને ફાડી નાખ્યો

આપણે જોવું તે પડશે કે, લિંચિંગની ઘટનાઓ કેમ થઇ રહી છે, આને કેવી રીતે અને કેવા લોકો અંજામ આપી રહ્યાં છે, આમા પીડિત કોણ છે અને આ ઘટનાઓને લઇને આપણુ પોલીસ તંત્ર અને સરકારનું શું વલણ છે. શું આ ઘટનાઓનો મામલો ન્યાયની પ્રક્રિયાના સંદર્ભમાં તર્કસંગતના અંત સુધી પહોંચી ગઈ છે? આ પ્રશ્નોના જવાબ ખુબ જ નિરાશાજનક રહ્યાં છે. એવામાં દેશના કેટલાક નામચીન વ્યક્તિઓએ વડાપ્રધાનને પત્ર લખ્યો, પરંતુ અંતરાત્માની આવાજ પ્રત્યે શ્રવણ-શૂન્ય લોકોને આમાં ભારતની છબી ખરાબ કરવાની કોશિષ નજરે પડી.

દુનિયામાં ભારતની છબી લિંચિંગની ઘટનાઓ અને આવી ઘટનાઓના આરોપીઓને એક મંત્રી દ્વારા માળા પહેરાવવાથી ખરાબ થાય છે, કે લિંચિંગનો વિરોધ કરવાથી? ગુજરાતમાં 2002માં થયેલા જનસંહાર પછી ત્યારના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતુ કે, હવે ક્યાં મોઢે વિદેશ જશે. 2002થી પહેલા 1984માં પણ ભારતની પ્રતિષ્ઠાને દાગ લગાવ્યો હતો. લિંચિંગ માટે કોઈ અન્ય શબ્દનો ઉપયોગ કરીશું તો તે પણ એક ખાસ રીતના અપરાધને જ સૂચિત કરશે. તેથી અસલી મુદ્દો બર્બરતા છે, શબ્દ નહીં.

દુનિયાભરના લોકો ગાંધીને યાદ કરી રહ્યાં છે, જ્યારે તેમના પોતાના ભારતમાં તેમને ભૂલાવી દેવાના અને તેમના મોભાને ઠેસ પહોંચાડવાની ભરપૂર કોશિષો થઇ રહી છે. હાલમાં જોઇએ તો ભારતમાં અસત્યના પ્રયોગોનો પૂર આવેલો છે.