Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કોવિડ-19: સરકારો છૂપાવી રહી છે કોરોના સંક્રમણ અને મૃત્યુનો સાચો આંકડો!

કોવિડ-19: સરકારો છૂપાવી રહી છે કોરોના સંક્રમણ અને મૃત્યુનો સાચો આંકડો!

0
83

દેશભરમાં કોરોના મહામારી વચ્ચે સતત મોતોની સંખ્યા વધી રહી છે. પરંતુ આ દરમિયાન સરકારો પર આંકડાઓ છૂપાવવાનો ગંભીર આરોપ લાગી રહ્યાં છે. અનેક સરકારો પર તે આરોપ છે કે, તેઓ રાજ્યોમાં કોરોના સંક્રમણ અને તેનાથી થનારા મોતોના યોગ્ય આંકડાઓ રજૂ કરવામાં આવી રહ્યાં નથી. આને લઈને હવે રાજ્યના ન્યાયાલય પણ ગંભીર પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે. આવો લેટેસ્ટ મામલો મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનો છે. જ્યાં સરકારી આંકડાઓ કંઈક અને શ્મશાનઘાટ-કબ્રસ્તાનમાં આવનાર કોરોના લાશોની સંખ્યામાં ભારે અંતર છે. ભોપાલ સ્થિત બે વિશ્રામઘાટો અને એક કબ્રસ્તાનમાં ગુરૂવારે 108 મૃતદેહોનું અંતિમ સંસ્કાર કોવિડ-19 પ્રોટોકલ અનુસાર કરવામાં આવ્યો, જ્યારે સરકારી આંકડાઓ અનુસાર તે દિવસે ભોપાલ જિલ્લામાં મહામારીથી માત્ર આઠ લોકોના મોત થયા છે.

ભોપાલ સ્થિત બે વિશ્રામઘાટો અને એક કબ્રસ્તાનના રેકોર્ડ અનુસાર ત્રણેય જગ્યા પર ગુરૂવારે કુલ 156 લોકોનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. જેમાંથી 108 મૃતદેહોનું અંતિમ સંસ્કાર કોવિડ-19ના પ્રોટોકોલ અનુસાર થયો.

જો કે, ગુરૂવારે સાંજે રજૂ પ્રદેશ સરકારની કોવિડ-10 પ્રેસ રિવ્યૂ અનુસાર 24 કલાકમાં ભોપાલમાં માત્ર આઠ લોકોના મોત સંક્રમણથી હોવાનું કહેવામાં આવ્યું હતું.

ભદભદા વિશ્રામ ઘાટ મેનેજમેન્ટ સમિતિના સચિવ મમ્તેશ શર્માએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું, “ભદભદા વિશ્રામ ઘાટમાં ગુરૂવારે કુલ 88 મૃતદેહોનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. જેમાંથી 72 શબોનું અંતિમ સંસ્કાર કોવિડ-19 પ્રોટોકલ અનુસાર કરવામાં આવ્યો.”

તેમને કહ્યું કે, જે 72 મૃતદેહોનું અંતિમ સંસ્કાર કોવિડ-19ના પ્રોટોકોલ અનુસાર કરવામાં આવ્યું, જેમાંથી 45 ભોપાલના નિવાસી હતી, જ્યારે 27 અન્ય જિલ્લાઓના હતા.

ભદભદા વિશ્રામ ઘાટ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં હિન્દુઓના મોટા શ્મશાન ઘાટોમાંથી એક છે.

શર્માએ જણાવ્યું કે, જે લોકો અન્ય જિલ્લાઓમાંથી ભોપાલમાં સારવાર કરાવવા માટે આવે છે અને ઉપચાર દરમિયાન તેમનું મૃત્યું નિપજે છે, તે બધાનું અંતિમ સંસ્કાર ભોપાલમાં જ કરવામાં આવે છે. કોવિડ-19ના દિશા-નિર્દેશ અનુસાર ડેડબોડીને બીજા જિલ્લાઓમાં લઈ જઈ શકાય નહીં.

ગુજરાતમાં કોવિડ -19 કેસોમાં અચાનક વધારાની પૃષ્ઠભૂમિમાં પ્રામાણિકતા અને પારદર્શિતા પર ભાર મૂકતા હાઈકોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકારે આરટી-પીસીઆર તપાસ અને ચેપગ્રસ્ત લોકોના વાસ્તવિક ડેટા રજૂ કરવો જોઈએ.

શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે, કોવિડ-19 તપાસ અને સંક્રમિતોની સંખ્યાને લઈને સરકાર દ્વારા રજૂ કરેલા આંકડાઓ સાચા ના હોવાને લઈને સામાન્ય લોકોની ધારણાને દૂર કરવા માટે પારદર્શિતા લાવવી જરૂરી છે.

આ ટિપ્પણી મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ ભાર્ગવ કરિયાની યુગલ બેન્ચે પોતાના આદેશમાં કરી છે.

બેન્ચ, રાજ્યોમાં હાલના સપ્તાહમાં સંક્રમણના વધી રહેલા કેસો પર સ્વત: સંજ્ઞાન લઈને જનહિત અરજી પર સુનાવણી કરી રહી છે. હવે આ મામલાની સુનાવણી 20 એપ્રિલે પણ થશે.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં કોવિડ પ્રોટોકોલ અનુસાર 50 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યારે સરકાર તરફથી આપવામાં આવેલા પ્રેસ રિવ્યૂમાં સંક્રમણથી 24 લોકોના મોત થયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જેથી સરકારી આંકડાઓ પર લોકોનો વિશ્વાસ ઉઠતો જઈ રહ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat