Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સરકાર સમાજ, શિક્ષણ, આરોગ્ય અને સમાજનું ઘડતર કરતી સંસ્થાઓની પડખે રહેશે- CM રૂપાણી

સરકાર સમાજ, શિક્ષણ, આરોગ્ય અને સમાજનું ઘડતર કરતી સંસ્થાઓની પડખે રહેશે- CM રૂપાણી

0
55
  • સરદાર ધામ માટે જમીનની કપાતમાં 40 ટકાના બદલે 10 ટકા કપાતની રાહત આપી 50 કરોડનું યોગદાન આપ્યું

  • નવરાત્રિમાં રાસ ગરબા ન યોજવાના નિર્ણય ને લોકોએ ટેકો આપ્યો છે.

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું કે સરકાર સમાજ, શિક્ષણ, આરોગ્ય અને સમાજના ઘડતર માટે કામ કરનારી સંસ્થાઓની હંમેશા પડખે રહેશે અને પ્રોત્સાહિત કરશે. મધ્ય ગુજરાતમાં સરદાર ધામ માટેની જમીનમાં 40 ટકા કપાતને બદલે ફક્ત 10 ટકા કપાતની રાહત આપીને સરકારે આ પ્રોજેક્ટમાં રૂ.50 કરોડનું યોગદાન આપ્યું એ તમારું ગણિત છે. હું આવા દાખલા માંડતો નથી. સરકારે કોઈ ઉપકાર કર્યો નથી. તમે સમાજ માટે, સમાજ વિકાસ દ્વારા રાષ્ટ્ર વિકાસ માટે કામ કરો છો ત્યારે તમને મદદ કરવાની રાજ્ય સરકારની જવાબદારી છે એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા નજીક અંખોલ ગામની સીમમાં 5 લાખ ચોરસ મીટર જમીનમાં રૂ.100 કરોડના ખર્ચે સાકાર થનારા મિશન 2026 હેઠળ આયોજિત સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. સરદાર ધામ પબ્લિક ટ્રસ્ટ આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઓનલાઇન જોડાયાં હતા. આ પ્રોજેક્ટમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સમાજ ઉત્કર્ષલક્ષી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેનાર સરદાર ભવનના નિર્માણ સહિતના વિવિધ પ્રયોજનોનો સમાવેશ થાય છે. સંસ્થા દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ ને ભારતીય સનદી સેવા પરીક્ષાની નિશુલ્ક તાલીમ, શિક્ષણ માટે લોન, વ્યાપાર ઉદ્યોગને ઉત્તેજન માટે પાટીદાર ગ્લોબલ સમિટ નું આયોજન સહિત સમાજ ઘડતરની અને સમાજના યુવાનો ને શિક્ષિત, દીક્ષિત અને વિકસિત કરવા માટેની વિવિધતાસભર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જાન્યુઆરીમાં આવી શકે છે કોરોના વૅક્સીન, CM રૂપાણીએ આપ્યા સંકેત

કોવિડ કટોકટી અને લોક ડાઉન પછીનો આ મારો પ્રથમ જાહેર કાર્યક્રમ છે તેવા ઉલ્લેખ સાથે તેમણે આ કાર્યક્રમમાં કોવિડ નિયમો પાળી યોજવા માટે સંસ્થાને ધન્યવાદ આપતાં ઉમેર્યું હતું કે, સરદાર ધામ સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ ,એક રાષ્ટ્ર-શ્રેષ્ઠ રાષ્ટ્રના સૂત્રને અનુસરીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ઉમદા ધ્યેય સાથે કામ કરે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેની સાથે સામાજિક પુનરુત્થાનથી રાષ્ટ્રીય પુનરુત્થાન,સમાજ ના કલ્યાણ, રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરવું એ સહુની જવાબદારી છે.

સરદાર ધામ સંસ્થા અંધ શ્રદ્ધા અને સામાજિક કુરિવાજો છોડવા,ખોટા ભપકા અને કૌટુંબિક પ્રસંગો માં મોટો ખર્ચ ટાળવો અને આ રકમ સમાજ માટે વાપરવી જેવા પંચ મંત્ર સાથે કામ કરે છે, એ ભાવના ને વધાવતા તેમણે કહ્યું કે ,આજે ક્રાઇસિસ ઓફ કેરેક્ટર જોવા મળે છે, વિશ્વાસ ડગી જાય તેવા સમયે સમાજનો વિશ્વાસ જીતીને આ સંસ્થાએ આગવી વિશ્વસનીયતા ઊભી કરી છે.આ સંસ્થાના કામને સરદાર સાહેબની સાથે ઈશ્વરના આશીર્વાદ મળ્યા છે .સમાજ માટે,દેશ માટે કામ કરવું એ ઈશ્વરીય કામ છે,એમાં ક્યારેય નાણાં નો અભાવ પડતો નથી કે રૂકાવટ આવતી નથી.સરદાર ધામ ના કામમાં એનો દાખલો જોવા મળે છે .

આ પણ વાંચો: BREAKING: નરેશ કનોડિયાના ભાઈ અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું નિધન

કોરોના હારશે ગુજરાત જીતશે ના મંત્રને યાદ કરતાં તેમણે કહ્યું કે આજે રાજ્યમાં રિકવરીનું પ્રમાણ વધીને 90 ટકા થયું છે, દોઢ લાખ લોકો સાજા થયાં છે, મૃત્યુ નું પ્રમાણ ખૂબ ઘટાડી શકાયુ છે. નિયમ પાલન એ જ ઈલાજ ના મંત્રને ગુજરાતના લોકો અનુસરી રહ્યાં છે. નવરાત્રિમાં રાસ ગરબા ન યોજવાના નિર્ણય ને લોકોએ ટેકો આપ્યો છે. કોરોના ની રસી ના મળે ત્યાં સુધી સામાજિક દૂરી પાળવી અને માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન એ જ એકમાત્ર ઈલાજ છે એની તેમણે યાદ અપાવી હતી.

વિજયા દશમીનું પર્વ એ આસુરી શક્તિ પર દૈવી શક્તિ ના વિજયનું પર્વ છે એવા શબ્દો સાથે વિજયા દશમીની સહુને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીએ ગાંધી,સરદાર,મોદીના ગુજરાતમાં અધ્યાત્મિક ચેતના વધે અને માતૃ શક્તિના સતત આશીર્વાદ ગુજરાતને મળે એવી અભ્યર્થના વ્યક્ત કરવાની સાથે તેમણે મોદીજીએ કંડારેલી કેડી પર અને વિકાસની રાજનીતિના આધારે સંવેદનશીલ રાજ્ય સરકાર સતત રાજ્યને આગળ લઈ જશે એવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત: દશેરાનો દિવસ બન્યો ગોજારો, બે અલગ-અલગ અકસ્માતોમાં 5ના મોત

સંસ્થાના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ મિશન 2026 હેઠળ સરદાર ધામ સંસ્થા દ્વારા હાથ ધરાનારા સમાજ વિકાસના આયોજનોની રૂપરેખા આપી હતી.અને જમીન કપાતના તેમજ એફ.એસ.આઇ.ના નિયમોમાં રાહત દ્વારા સંસ્થાને પીઠબળ આપવા માટે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ડો.જિગીષા બહેન શેઠ, ધારાસભ્ય શૈલેષ, પદ્મશ્રી મથુર સવાણી, રામજી ઇટાલિયા, નટુ પટેલ, રમેશ પટેલ અને પારુલભાઇ કાકડિયા સહિત જમીન દાતાઓ, સંસ્થાના સી.ઇ.ઓ.એચ.એસ.પટેલ, સ્થાપક ટ્રસ્ટીઓ, મહિલા પદાધિકારીઓ અને સરદાર ધામ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.