Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > સરકારની વોટ્સએપને બેટોક: નવી પ્રાયવસી પોલિસી પાછી ખેંચો, આવું ન ચાલે

સરકારની વોટ્સએપને બેટોક: નવી પ્રાયવસી પોલિસી પાછી ખેંચો, આવું ન ચાલે

0
129

કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલયે WhatsAppના સીઇઓને લખ્યો કડક પત્ર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપની નવી પ્રાયવસી પોલિસી પાછી ખેંચવા સ્પષ્ટપણે કહી (Government told WhatsApp) દીધુ છે. સરકારે વોટ્સએપને પ્રાયવસી પોલિસીમાં નવા કરાયેલા ફેરફાર પાછા ખેંચવામાં આવે. કોઇ પણ પ્રકારનો એકતરફી નિર્ણય નિષ્પક્ષ અને અસ્વીકૃત છે.

નવી પ્રાયવસી પોલિસી અંગે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયે વોટ્સએપના ceo વિલ કેથકાર્ટને કડક શબ્દોમાં પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે વૈશ્વિક સ્તરે ભારતમાં વોટ્સએપનું સૌથી મોટુ બેઝ છે. સાથે વોટ્સએપની સેવાઓનું દેશમાં સૌથી મોટું બજાર પણ છે.

વોટસએપની નવી સેવા શરતો અને પ્રાયવસી પોલિસીમાં પ્રસ્તાવિત ફેરફાર(Government told WhatsApp) થી ભારતીય નાગરિકોની પસંદ અને સ્વાયત્તા મામલે ગંભીર ચિંતા સર્જાઇ છે.

આ પણ વાંચોઃ Whatsapp સ્ટેટસ લગાવી કહ્યુ- અમને તમારી પ્રાઇવેસીની ચિંતા

ફેરવિચારણા કરવા સુચન

કેન્દ્રીય મંત્રાલયે (Government told WhatsApp) વોટ્સએપને પ્રસ્તાવિત ફેરફારો પાછા ખેંચવાનું જણાવતા કહ્યું કે ઇન્ફર્મેશન પ્રાયવસી, ફ્રીડમ ઓફ ચોઇસ અને ડેટા સિક્યોરિટી અને પોતાના દૃષ્ટિકોણ પર ફરીથી વિચારવાનું સુચન પણ કર્યું છે. ભારતીયોનું યોગ્ય સન્માનપણ થવું જોઇએ.

વોટ્સએપની નવી પોલિસી શું છે Government told WhatsApp news

વોટ્સએપ યુઝર્સ જે કન્ટેન્ટ, સબમિટ, સ્ટોર, સેન્ડ કે રિસીવ કરે છે, કંપની તેનો ઉપયોગ ક્યાંય પણ કરી શકે છે. કંપની એ તમામ ડેટા શેર પણ કરી શકે છે. આ પોલિસી 8 ફેબ્રુઆરીથી લાગુ થવાની હતી. પરંતુ વિવાદ વધતા ડેડલાઇન લંબાવી 15 મે કરવામાં આવી છે.

પહેલાં ચેતવણી અપાઇ હતી કે યુજર્સ આ પોલિસીને નહીં સ્વીકારે તો તેમના એકાઉન્ટ બંધ કરી દેવાશે. પરંતુ પછીથી કંપનીએ તેને વૈકલ્પિક ગણાવ્યું હતું. છતાં લોકોને હવે વિશ્વાસ બેસતો નથી.

આ પણ વાંચોઃ WhatsApp વેબ પણ નથી સેફ, ગૂગલ સર્ચ પર જોવા મળી રહ્યા છે યૂઝર્સના પર્સનલ મોબાઇલ નંબર

સંસદીય સમિતિએ ટ્વીટર, ફેસબુકને પણ બોલાવી

આ વિવાદ વચ્ચે માહિતી અને ટેક્નોલોજી અંગેની સંસદીય સમિતિ(Government told WhatsApp) એ પણ ફેસબુક અને ટ્વીટરને 21 જાન્યુઆરીએ હાજર રહેવા તેડુ મોકલ્યું છે. સમિતિ આ બંને કંપનીના અધિકારીઓ સાથે સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે ચર્ચા કરશે. તેમા વોટ્સએપની નવી પોલિસીની સમીક્ષા પણ થશે.

વોટ્સએપની નવી પોલિસી અંગે વેપારી સંગઠન કન્ફિડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી છે. સંગઠને નાગરિકોના હિતમાં નવી પોલિસી પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. તેમાં પોલિસી રોકવા સરકારને આદેશ આપવાની પણ માગ કરી છે.

દિલ્હી હાઇકોર્ટમાં મુદ્દો જતાં શું કહ્યું

દરમિયાન એડવોકેટ ચૈતન્ય રોહિલ્લાએ વોટ્સએપની નવી પોલિસી પર દિલ્હી હાઇકોર્ટમાં પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. જેના જબાબમાં હાઇકોર્ટે કહ્યું કે વોટ્સએપ એક ખાનગી એપ છે.તેમાં જોડાવ નહીં અથવા તેને ડિલીટ કરી દો.

કોર્ટે કહ્યું કે વોટ્સએપની નવી પોલિસીને સ્વીકારવાનું સ્વૈચ્છિક હતું. જો કોઇ વ્યક્તિ તે નિયમો અને શરતો સાથે સંમત નથી. તો તે એ પ્લેટફોર્મનો ઉપયોગ ન કરે અને તેમા સામેલ થઇ શકતો નથી.

આ પણ વાંચોઃ WhatsAppનો બેવડો સિકંજોઃ પોલિસી માનો તો ડેટા જશે, નહીં માનો તો એકાઉન્ટ ડિલીટ

જસ્ટિસ સંજીવ સચદેવાએ કહ્યું કે મોટાભાગની મોબાઇલ એપના નિયમો અને શરતો એવી છે કે તેને વાંચવામાં આવે તો ખબર પડશે કે શેના શેના માટે સંમત્તિ આપી દેવાય છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9