Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં સરકારી તાલિબાનોનું રાઝ, ખેડૂતો પર લાઠીચાર્જ થતા ભડક્યા ટિકેત

દેશમાં સરકારી તાલિબાનોનું રાઝ, ખેડૂતો પર લાઠીચાર્જ થતા ભડક્યા ટિકેત

0
92

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની બેઠક વિરૂદ્ધ કરનાલ પાસે પ્રદર્શન કરનારા ખેડૂતો પર પોલીસના લાઠીચાર્જને લઇને ખેડૂત નેતા રાકેશ ટિકેત ગુસ્સે થયા છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકેતે કહ્યુ કે દેશમાં હવે સરકારી તાલિબાનોનો કબજો થઇ ગયો છે, તેમણે કહ્યુ કે ખેડૂતો પર લાઠીચાર્જ કરનારા પોલીસ કર્મીઓને તાલિબાનના કમાન્ડરે આદેશ આપ્યો છે.

મહત્વપૂર્ણ છે કે ભાજપની બેઠક વિરૂદ્ધ પ્રદર્શન કરતા કરનાલ તરફ વધી રહેલા ખેડૂતોના એક જૂથ પર પોલીસે શનિવારે લાઠીચાર્જ કર્યો હતો જેમાં આશરે દસ લોકો ઘાયલ થયા હતા.

કરનાલમાં પોલીસ દ્વારા ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ પર રાકેશ ટિકેતે કહ્યુ કે દેશમાં સરકારી તાલિબાનોનો કબજો થઇ ગયો છે. દેશમાં સરકારી તાલિબાનોના કમાન્ડર હાજર છે. આ કમાન્ડરોની ઓળખ કરવી પડશે, જેમણે માથુ ફોડવાનો આદેશ આપ્યો તે જ કમાન્ડર છે. મહત્વપૂર્ણ છે કે પ્રદર્શનકારી જે બેઠક વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, રાજ્ય ભાજપના અધ્યક્ષ ઓમ પ્રકાશ ધનખડ અને પાર્ટીના અન્ય સીનિયર નેતા હાજર હતા.

ખેડૂતો વિરૂદ્ધ કાર્યવાહી માટે રાજ્ય પોલીસની ટિકા કરવામાં આવી હતી અને વિરોધમાં કેટલાક સ્થળો પર રસ્તાને જામ કરવામાં આવ્યો હતો. પ્રભાવિત વિસ્તારમાં ફતેહાબાદ-ચંદીગઢ, ગોહાના- પાનીપત અને જીંદ-પટિયાલા રોડ, અંબાલા-કુરૂક્ષેત્ર, કરનાલ પાસે દિલ્હી રાજમાર્ગ, હિસાર-ચંદીગઢ અને કાલકા- જીરકપુર રાષ્ટ્રીય રાજમાર્ગ સામેલ છે. કેટલાક મુસાફર કલાકો સુધી રાજમાર્ગ પર ફસાયેલા રહ્યા હતા.

આ પણ વાંચો: હરિયાણા: શાંતિપૂર્વક વિરોધ કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ, અન્નદાતાઓ લોહીલૂહાણ

હરિયાણા ભારતીય કિસાન યૂનિયન (ચઢૂની)ના પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીએ આરોપ લગાવ્યો કે પોલીસે પ્રદર્શનકારી ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો, તેમાં કેટલાક લોકો ઘાયલ થઇ ગયા. સંયુક્ત કિસાન મોર્ચાના સીનિયર નેતા દર્શન પાલે કહ્યુ કે સંયુક્ત કિસાન મોર્ચા (એસકેએમ) હજારો ખેડૂતોના ઘાયલ થવા અને કરનાલ પોલીસ દ્વારા કેટલાક ખેડૂતોની અટકાયતમાં લેવાના વિરોધમાં શનિવાર સાંજે પાંચ વાગ્યે રસ્તો જામ કરવાનું આહવાન કર્યુ હતુ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat