Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > નવરાત્રિઃ સરકાર આગલા દરવાજે પ્રતિબંધ રાખી પાછલા દરવાજે છૂટ આપી શકે

નવરાત્રિઃ સરકાર આગલા દરવાજે પ્રતિબંધ રાખી પાછલા દરવાજે છૂટ આપી શકે

0
259

અમદાવાદઃ સરકારે આ વખતે કોરોનાના લીધે નવરાત્રિ (government-stand-navratri) પર પ્રતિબંધ લાદ્યો છે. તેના લીધે ખેલૈયાઓ નિરાશ થયા છે. પણ સરકારને જાણતા લોકો માને છે કે તેઓએ ગરબાને લઈને નિરાશ થવા જેવું નથી. ગરબા કદાચ પાર્ટી પ્લોટો અને વ્યવસાયિક ધોરણે તો ન થઈ શકે, પરંતુ જો સોસાયટીઓમાં ગરબા રમાતા હશે કે શેરી ગરબા ચાલતા હશે તો સરકાર મૌન રહેવાનું વલણ અપનાવશે. આમ પણ સરકાર માટે જનભાવનાથી વિપરીત જવું હંમેશા અઘરુ સાબિત થતું હોય છે.

આ વખતે સરકારે અત્યાર સુધી લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવતા કોઈપણ પ્રકારના ધાર્મિક મેળાવડા થવા દીધા નથી. તેના લીધે આમ પણ લોકો બરોબરના અકળાયેલા છે. આ સંજોગોમાં જો નવરાત્રિમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ રહે તો સરકાર માટે પછી લોકોનો આક્રોશ સહન કરવો અઘરો હશે. નવરાત્રિના (government-stand-navratri)લીધે તો લોકો તહેવારોના મિજાજમાં આવે છે. તેથી જો નવરાત્રિ જ બંધ રહે તો પછી દિવાળી જેવા તહેવારનો ટ્રેન્ડ ક્યાંથી બેસે.

આ પણ વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર PM મોદીના આગમન પેહલા આદિવાસીઓએ કર્યો આ વિવાદિત ઠરાવ, તંત્રની ઊંઘ હરામ

આના કારણે જ સરકારે (government-stand-navratri)તાજેતરમાં સ્પષ્ટતા કરવી પડી છે કે તેમણે મંદિરોમાં કોઈપણ પ્રકારની પૂજા અને પ્રસાદ પર પ્રતિબંધ મૂક્યો નથી. આ નિર્ણય દરેક મંદિરનું ટ્રસ્ટ પરિસ્થિતિને જોઈને લે છે. આના લીધે કમસેકમ મંદિરોને પૂજા માટે છૂટ મળી ગઈ છે. તેથી દરેકને સંદેશો મળી ગયો છે કે હવે નવરાત્રિમાં શું કરવુ. હવે જો મંદિરના જ પ્રાંગણમાં આરતીની સાથે ગરબા યોજવામાં આવે તો શું થાય. તે તો ધાર્મિક આયોજન જ થાય. તેમા પણ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થાય કે ન થાય તેમા સરકાર કશું ન કરી શકે. એક વખત મંદિરને છૂટ મળી ગઈ, તેનો પરોક્ષ અર્થ તો ગરબાને તેના પ્રાંગણમાં છૂટ મળવા જેવો જ થયો.

તાજેતરમાં સરકારે નવરાત્રિના પ્રસાદ(government-stand-navratri) અંગે લીધેલા નિર્ણય પરથી આ પ્રકારના સંકેતો મળી રહ્યા છે. પોલીસ તંત્રને તેવી ચેતવણી તો આપવામાં આવી છે કે નવરાત્રિમાં કોઈપણ પાર્ટી પ્લોટ કે જાહેર સ્થળે ગરબા થતાં હોય તો તે કાર્યવાહી કરે, પરંતુ સોસાયટી, ગામ કે પોળની અંદર ગરબા થતાં હોય તો તે આંખ આડા કાન કરે. આમ બીજા શબ્દોમાં કહીએ તો સરકાર આગલા દરવાજે પ્રતિબંધ રાખીને બંધબારણે ગરબા કરવાનો આડકતરો સંકેત આપે છે.

આ પણ વાંચોઃ વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે હિંસાઃ કુખ્યાત ગુંડા Ajju Kaniyaની હત્યા

આમ ગરબાના વ્યવસાયિક આયોજનની (government-stand-navratri)છૂટ નથી, પરંતુ પરંપરા પ્રમાણે ગરબા રમવાની છૂટ મળી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો શેરીગરબા નાના પાયે ચાલતા હશે તો પોલીસ અને સરકાર બંને આંખ આડા કાન કરશે. આ સિવાય કેટલાક સ્થળોએ તો સરકારના ધારાસભ્યો પોતે જ પૂજા કરવા જતાં હોય છે. આ સંજોગોમાં સરકાર માટે અત્યંત ચુસ્ત રીતે પ્રતિબંધનો અમલ કરવો અઘરો થઈ શકે છે. તેથી સરકાર નવરાત્રિના આગમન સાથે ધીમે-ધીમે છૂટછાટ આપતી થશે.

સામાન્ય રીતે નવરાત્રિ પૂર્વે લો-ગાર્ડનનું બજાર ધમધમતુ હોય છે અને શહેરમાં પણ રોનક(government-stand-navratri) હોય છે, પરંતુ લોકડાઉન અને કોરોનાએ તેને જબરજસ્ત ફટકો માર્યો છે. આજે આ બજાર સૂમસામ છે. વેપારીઓ ચાતક નજરે ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય દાંડિયા બનાવવાના ધમધમતા કારખાના પણ ગરબા પરના પ્રતિબંધના લીધે શાંત છે. તેના લીધે કેટલાય લોકોની રોજગારીની ફટકો પડ્યો છે. આ સંજોગોમાં સરકાર પૂજા આરતીની સાથે-સાથે એકાદ કલાક સુધી સ્થાનિક સ્તરે ગરબા રમવાની છૂટ આપી શકે છે.