Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > કૌભાંડ રોકવા સરકારની યોજના, કંપનીના ડાયરેક્ટરોને પાસ કરવી પડશે પરીક્ષા

કૌભાંડ રોકવા સરકારની યોજના, કંપનીના ડાયરેક્ટરોને પાસ કરવી પડશે પરીક્ષા

0
359

કંપનીઓમાં થઈ રહેલા નાણાંકીય કૌભાંડોને રોકવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ એક મોટું પગલું ભરવા જઈ રહી છે. કંપનીઓના બોર્ડમાં સામેલ લોકોને હવે ડાયરેક્ટર બનતા પહેલા એક પરીક્ષા પાસ કરવી પડશે.

ઓડિટ કંપનીઓ પર લાગશે બેન
એક ખાનગી વર્તમાન પત્રમાં છપાયેલ બ્લૂમબર્ગની (Blumberg) રિપોર્ટ પ્રમાણે, ઓડિટ કંપનીઓ ડેલોઈટ (Deloitte) અને કેપીએમજી (KPMG) પર સરકાર 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. કંપનીઓમાં નિયુક્ત થનારા સ્વતંત્ર ડાયરેક્ટરોની નિમણૂક પહેલા એક પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે.

કોર્પોરેટ મંત્રાલયમાં ઉચ્ચ અધિકારી ઈંજેતી શ્રીનિવાસે જણાવ્યું કે, કંપનીઓમાં સતત નાણાંકીય કૌભાંડ વધતા જઈ રહ્યા છે. ઓડિટર પણ કૌભાંડ (Financial Fraud) આચરવામાં કંપની અધિકારીઓને સાથ આપી રહી છે. એવામાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે આ કરવું આવશ્યક છે.

અત્યાર સુધીના નાણાકીય કૌભાંડ
દેશમાં PNB, IL&FS (Infrastructure Leasing & Financial Services Limited) જેવા બે મોટા કૌભાંડ 5 વર્ષમાં સામે આવી ચૂક્યા છે. આ ઉપરાંત વીડિયોકૉન, ICICI બેંક અને રૉટોમેકમાં પણ કૌભાંડ થઈ ચૂક્યા છે.

ઓનલાઈન પરીક્ષા યોજાશે
આ પરીક્ષા પૂરી રીતે ઓનલાઈન રહેશે. જેમાં ડાયરેક્ટરોને બેસિક જાણકારી વિશે પૂછવામાં આવશે. કંપની કાનૂન, એથિક્સ અને શેર બજારના નિયમો વિશે પ્રશ્નો પૂછવામાં આવશે. કંપનીમાં નવા બની રહેલા ડાયરેક્ટરે એક નક્કી કરેલ સમય મર્યાદામાં એક્ઝામ પાસ કરવાની રહેશે. જો આ પરીક્ષામાં ફેલ થયા, તો પણ ચિંતા કરવાની કોઈ જરૂરત નથી, તમે અનેક વખત એક્ઝામ આપી શકો છે.

અનેક વર્ષોથી બોર્ડમાં, તો મળશે છૂટ
જો કે સરકારે જણાવ્યું કે, જે લોકો અનેક વર્ષોથી કંપનીના બોર્ડમાં સામેલ છે અને તેમને અનુભવ પણ છે. તેમને પરીક્ષા આપવામાંથી છૂટ આપવામાં આવશે. જો કે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહેલ ડેટાબેસમાં તમારે રજિસ્ટર્ડ કરાવવાનું રહેશે.

હાલના નિયમો અનુસાર, દરેક કંપનીમાં 1/3 સ્વતંત્ર ડાયરેક્ટર હોવા જોઈએ. તેમનું મુખ્ય કાર્ય નાના શેર ધારકોના હિતોની રક્ષા કરવું અને કંપનીના બહારથી દેખરેખ કરવાનો સમાવેશ થાય છે.

આ વર્ષ માટે કંપની પર બેન
દેશની અનેક બેંકોમાં હજુ પણ કૌભાંડની અસર જોવા મળી રહી છે. RBIએ એસઆર બાટલીબૉય એન્ડ કંપની પર બેંકોના ઓડિટ કરવા માટે એક વર્ષ માટે રોક લગાવી દીધી છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ડેલોઈટ પણ IL&FSમાં કૌભાંડને પકડવામાં નિષ્ફળ ગઈ હતી.

બે મહિનામાં લાગુ થશે નિયમ
કેન્દ્ર સરકાર આગામી બે મહિનામાં આ નિયમ લાગુ કરી દેશે. સરકારને આશા છે કે, આમ કરવાથી કંપનીમાં નાણાકીય વ્યવસ્થાપનમાં પ્રામાણિક્તા જોવા મળશે અને કૌભાંડ પર પણ રોક લગાવવામાં મહદઅંશે સફળતા મળશે.