Gujarat Exclusive > દેશ-વિદેશ > લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે થશે કડક કાયદાકીય કાર્યવાહી

લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે થશે કડક કાયદાકીય કાર્યવાહી

0
785

દેશમાં કોરોનાવાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાવાયરસ સામે લડવા માટે સરકારે દેશના 75 રાજ્યોને કાલે રાત્રે લોકડાઉન કરી દેવાની જાહેરાત કરી છે. જોકે, આજે સવારે ઘણા બધા લોકો દ્વારા લોકડાઉનનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. આજે સવારે પણ પીએમ મોદીએ લોકોને લોકડાઉનને ગંભીરતાથી લેવાની અપીલ કરી હતી અને પોતાને અને પોતાના પરિવારના સ્વાસ્થ્યને બચાવવાનું કહ્યું હતું.

ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારોને સૂચના આપી છે કે, લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સૂચના મળ્યા બાદ ગુજરાત સરકારે આ હેઠળ પગલા ભરતા એક ટોળા સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી છે.

અમદાવાદમાં 144 કલમ લાગુ હોવાથી કોઈપણ જગ્યાએ 4થી વધુ વ્યક્તિ ભેગી ન થઈ શકતા હોવા છતાં ટોળું ભેગું થતાં ખાડીયા પોલીસે 20 લોકોના નામજોગ સહિત 50ના ટોળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાવાયરસના 29 કેસો સામે આવ્યા છે. જ્યારે એક મહિલાનું કોરોના વાયરસના કારણે મોત થઈ છે.

પીએમની લોકોને અપીલ, લોકડાઉનને ગંભીરતાથી લો, પોતાને બચાવો