Gujarat Exclusive > રાજનીતિ > ‘મફત શિક્ષણથી લઇ મેડિકલ ટેસ્ટ સુધી’, કેજરીવાલે 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો

‘મફત શિક્ષણથી લઇ મેડિકલ ટેસ્ટ સુધી’, કેજરીવાલે 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો

0
8644

દિલ્હી: આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા તમામ રાજકીય પાર્ટી તૈયારીમાં જોડાઇ છે. રેલીથી લઇને જનસભાઓ સુધી દિલ્હીને સાધવાનું કામ રાજકીય પાર્ટીઓ કરી રહી છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે પોતાના 5 વર્ષમાં કરેલા કામોનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીનું બજેટ 30 હજાર કરોડથી 60 હજાર કરોડ રૂપિયા કરાવવાને લઇને સ્વાસ્થ્ય, શિક્ષણ, વિજળી, પાણી, મહિલાઓ માટે ફ્રી બસ સેવા, વૃદ્ધો માટે તીર્થયાત્રા યોજના, મફત વાઇ-ફાઇ યોજના તમામની ચર્ચા આ દરમિયાન કરી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, દેશમાં માત્ર દિલ્હીમાં 24 કલાક વિજળી મળી રહી છે. સાથે જ દિલ્હીવાસીઓનું વિજળી બીલ શૂન્ય રહ્યુ છે. તે સિવાય દિલ્હીની શાળાઓમાં પણ સુધાર થયો છે. સરકારે પોતાના કાર્યકાળમાં 20 હજારથી વધારે વર્ગખંડ બનાવ્યા છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, દિલ્હીની જનતાએ એક વર્ષ જૂની પાર્ટીને 70માંથી 67 સીટ આપીને ઈતિહાસ રચ્યો હતો. જનતાને લાગ્યુ કે, ચૂંટણી પહેલા અન્ના આંદોલન થયુ. અન્ના આંદોલનને લોકોએ નિહાળ્યુ અને તેમને લાગ્યુ કે, છોકરો ઈમાનદાર છે.

ડરતા નથી, સાહસી છે તેમને તક મળવી જોઇએે. તે બાદ જનતાએ અમને આટલા મોટા બહુમતથી મોટી જવાબદારી સોંપી. મને એ કહેતા ખુશી થાય છે કે, મેં મારી દિલ્હીની જનતાની છાતી ગર્વથી પહોળી કરી દીધી. બે ઐતિહાસિક બહુમત દિલ્હીની જનતાએ આપ્યા હતા તેવી જ રીતે છેલ્લા પાંચ વર્ષમાં કામ પણ થયો છે.

સૌથી પહેલું કામ શિક્ષણ, આપણા દેશમાં 70 વર્ષોમાં શિક્ષણના ક્ષેત્રને બરબાદ કરી દીધું. સરકારી શાળાઓને બરબાદ કરી દીધી. ખાનગી શાળાને દુકાનો બનાવી દીધી. પાંચ વર્ષની અંદર અમે શિક્ષણ ક્ષેત્રમાં જે ક્રાન્તિકારી પરિવર્તન કર્યા તેની ચર્ચા સમગ્ર દુનિયામાં થઈ રહી છે. અમે દિલ્હીમાં ઉછરનારા દરેક બાળક માટે સારી શિક્ષણની વ્યવસ્થા કરી છે.

અમે શિક્ષણનો બજેટ ત્રણ ગણો કર્યો. જ્યારે સરકાર બની હતી ત્યારે 6600 કરોડ બજેટ હતું પરંતુ આજે 15600 કરોડ બજેટ છે. અમારી સરકાર બન્યા પહેલા બધી શાળાઓમાં 17000 વર્ગખંડ હતા. તે 70 વર્ષમાં બન્યા હતા. પરંતુ અમારી સરકારે 5 વર્ષની અંદર 20 હજાર નવા વર્ગખંડો બનાવ્યા છે.

CAA બાદ રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર પર કેબિનેટની મોહર, અપડેટ થશે NPR