Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોવિડ 19માં ઘરે બેઠા સરકારી નોકરીની ભ્રામક જાહેરાત આપી ફી પેટે લાખોની ઠગાઈ

કોવિડ 19માં ઘરે બેઠા સરકારી નોકરીની ભ્રામક જાહેરાત આપી ફી પેટે લાખોની ઠગાઈ

0
135
  • લાખો રૂપિયાની ઠગાઈ આચનાર ઠગ ટોળકીનો સાયબર સેલએ કર્યો પર્દાફાશ
  • કોવિડ 19માં ઘરે બેઠા સરકારી નોકરીની પોસ્ટ માટે ન્યૂઝ પેપરમાં આરોપીઓએ જાહેરાત આપી હતી
  • આરોપીઓ રાજકોટ-ગાંધીનગરમાં ઓફિસ રાખી સરકારી નોકરીની ભરતીનાં નામે ઠગાઈનું નેટવર્ક ચલાવતા

અમદાવાદ : કોવિડ 19માં ઘરે બેઠા સરકારી નોકરી કરાર આધારિત તેવી જાહેરાતો આપી લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચનાર ઠગ ટોળકી (government job fraud in gujarat) નો સાયબર સેલએ પર્દાફાશ કર્યો છે. આ રીતે જાહેરાત આપનાર એક આરોપીની ધરપકડ કરી અન્ય કોણ-કોણ લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

કોવિડ 19માં ઘરે બેઠા સરકારી નોકરી કે જેમાં વ્યવસાય વિકાસ અધિકારી, ગ્રાહક સેવા અધિકારી, જિલ્લા અધિકારી, કમ્પ્યુટર ઓપરેટર, ડેટા એન્ટ્રી ઓપરેટર અને રાઈટરની પોસ્ટ માટે કુલ 2520થી વધુ જગ્યા માટે ન્યૂઝ પેપરમાં આરોપીઓએ જાહેરાત આપી હતી.

government job fraud in gujarat

આ પણ વાંચો: ગુજરાત પેટાચૂંટણી : શુક્રવારના રોજ માત્ર એક જ દિવસમાં 71 ઉમેદવારી પત્રો ભરાયા

તમામ જીલ્લામાં 11 માસના કરાર આધારિત ભરતી કરવાનું જણાવી આરોપીઓએ ઓનલાઇન ફોર્મ અને ફી રૂ. 300 ભરવા જણાવ્યું હતું. આ રીતે નોકરી વાંચ્છુઓ સાથે સરકારી પોસ્ટના નામે ઠગાઈ થતી હોવાનું સાયબર સેલના ધ્યાને આવ્યું હતું. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં આ પ્રકારની જાહેરાત આપનાર શખ્સ સચિન પ્રતાપરાય પંડ્યા અને રઘુવીરસિંહ સરવૈયા હોવાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે સચિનને અટક કરી પૂછપરછ હાથ ધરી છે. આ ગુનામાં અન્ય કયા લોકોની સંડોવણી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં આ જાહેરાતમાં એક વ્યક્તિનાં રૂ. 300 લેખે અરજી ફી આરોપીઓએ રાખી હતી. ખાલી અરજી પેટે રૂ.14 લાખ આરોપીઓનાં ખાતામાં જમા થયા છે. આરોપીઓ રાજકોટ અને ગાંધીનગરમાં ઓફિસ રાખી સરકારી નોકરીની ભરતીનાં નામે ઠગાઈનું નેટવર્ક ચલાવતા હતાં.

આ પણ વાંચો:  વૃદ્ધના મનોબળને સલામ : કેન્સર અને હાર્ટની ગંભીર બીમારી છતાં 75 વર્ષે કોરોનાને મ્હાત આપી