Gujarat Exclusive > ગુજરાત > સરકારે સુરત સહિત રાજ્યના તમામ ટ્યૂશન ક્લાસીસ બંધ કરવાનો આપ્યો આદેશ

સરકારે સુરત સહિત રાજ્યના તમામ ટ્યૂશન ક્લાસીસ બંધ કરવાનો આપ્યો આદેશ

0
857

સુરતના સરથાણા વિસ્તારમાં જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી. આ આર્કેડમાં આવેલ ટ્યૂશન ક્લાસીસમાં ટ્યુશનમાં આવેલા વિદ્યાર્થીઓ આ આગની ચપેટમાં આવી ગયા હતા. જેમાં 21 જેટલા વિદ્યાર્થીઓના મોત થઈ ગયા હતા. જેને લઈને ગુજરાત સરકારે રાજ્યના તમામ ટ્યૂશન ક્લાસીસો બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ સુરતના તક્ષશિલા આર્કેટમાં ચાલી રહેલા એક ખાનગી ટ્યૂશન ક્લાસીસમાં ભીષણ આગની ઘટના સર્જાય હતી. જેમાં 21 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. અને સાતેક જટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના પ્રત્યાઘાચ વિશ્વભરમાં પડ્યો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે અમદાવાદમાં ચાલતા તમામ ટ્યૂશન ક્લાસીસ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે વિજય નેહરાએ અગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી તમામ ટ્યૂશન ક્લાસીસ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે.