નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દિવાળી પહેલા દેશના ખેડૂતોને મોટી રાહત આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક મામલાની કેબિનેટ કમિટી (CCEA)ની બેઠકમાં ખેડૂતોની આવક વધારવા માટે ઘઉં સહિત રવીના છ પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) વધારાને મંજૂરી આપી દીધી છે.
Advertisement
Advertisement
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ તેની જાણકારી આપી છે. જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે.
કેન્દ્રીય બજેટ 2018-19 અનુસાર વધારો કર્યો- અનુરાગ ઠાકુર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે બેઠકમાં ઘઉં સિવાય રવી પાકમાં સામેલ જવ, ચણા, મસૂર, સૂર્યમુખી અને સરસવના MSP વધારવાને મંજૂરી આપવામાં આવી છે, તેમણે કહ્યુ કે માર્કેટિંગ સીઝન 2023-24 માટે રવિ પાક માટે MSPમાં વધારો કેન્દ્રીય બજેટ 2018-19ની જાહેરાત મુજબ છે. એમએસપી લીઝ લેવલ પર અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના 1.5 ગણા પર નક્કી કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને યોગ્ય મહેનતાણું આપવાનો છે.
ક્યા પાકના MSP પર વધારો કરવામાં આવ્યો?
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે 2022-23 પાક વર્ષ (જુલાઇ-જૂન) અને 2023-24 માર્કેટિંગ સીઝન માટે ઘઉઁના MSP 110 રૂપિયાથી વધારીને 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યુ છે. આ રીતે જવનું MSP 100 રૂપિયાથી વધારીને 1,735 રૂપિયા, સરસવના 400 રૂપિયા વધારીને 5,450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે. આ રીતે ચણાના MSPમાં 105 રૂપિયા, મસૂરમાં 500 રૂપિયા અને સૂરજમુખીના MSPમાં 209 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભાજપનો માસ્ટરસ્ટ્રોક: શહેરી મતો સુરક્ષિત, અનઅધિકૃત બાંધકામો માટે વટહુકમ લવાયો
શું હોય છે MSP?
સરકાર ખેડૂતોના પાક માટે એક ન્યૂનતમ કિંમત નક્કી કરે છે, જેને MSP કહેવામાં આવે છે. આ એક રીતની સરકાર તરફથી ગેરંટી હોય છે કે દરેક ભોગે ખેડૂતને તેના પાક માટે નક્કી ભાવ મળશે. જો મંડીમાં ખેડૂતને MSP અથવા તેનાથી વધારે પૈસા નથી મળતા તો સરકાર ખેડૂતો પાસેથી તેમનો પાક MSP પર ખરીદી લે છે. જેનાથી બજારમાં પાકની કિંમતમાં થતા ઉતાર-ચઢાવની ખેડૂતો પર અસર નથી પડતી.
કોણ અને કેવી રીતે નક્કી થાય છે MSP?
દેશમાં MSP નક્કી કરવાનું કામ કૃષિ મંત્રાલય હેઠળ કામ કરનારા કૃષિ ખર્ચ અને કિંમત પંચનું છે. MSP નક્કી કરવાની પ્રક્રિયા ઘણી જટિલ અને લાંબી છે. આયોગ અલગ અલગ વિસ્તારમાં પાકની પ્રતિ હેક્ટર ખર્ચ, સરકારી એજન્સીઓની સ્ટોરેજ ક્ષમતા, વૈશ્વિક બજારમાં માંગ અને ઉપલબ્ધતા વગેરે માનકોના આંકડા ભેગા કરે છે. તે બાદ તમામ હિતધારકો અને જાણકારો પાસેથી સૂચન લેવામાં આવે છે. અંતમાં આર્થિક મામલાની કેબિનેટ સમિતી અંતિમ નિર્ણય લે છે.
Advertisement