Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હુક્કા પછી હવે ગુજરાત સરકારે ઈ-સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધ

હુક્કા પછી હવે ગુજરાત સરકારે ઈ-સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધ

0
521

શહેરમા યુવા પેઢીઓ નશાના રવાડે ચડી ગયા છે અને નશો કરનાર સૌથી વધારે આજના યુગમાં કોલેજિયન યુવાનો સૌથી વધારે જોવા મળી રહ્યાં છે.આ ઘટનાને ધ્યાનમાં લઇ સરકારે એક મહત્વનો નિર્ણય બહાર પાડયો છે.પહેલા હુકકા અને હવે ઈ-સિગારેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે વર્ષ 2017માં નશાબંધી અધિનિયમમાં સુધારો કરી, કાયદાને કડક બનાવી દારૂના ઉત્પાદન, ખરીદ-વેચાણ અને હેરફેર કરનારા ગુનેગારોની સજામાં ત્રણ ગણો વધારો કરી 10 વર્ષ સુધીની કેદની સજા અને રૂ. 5 લાખ સુધીના દંડની જોગવાઇ કરી છે. રાજ્યનું યુવાધન આ નવા પ્રકારના જોખમી વ્યસનની લતના રવાડે ના ચઢે તે માટે રાજ્ય સરકારે મૂળ COTPA -2003ના કાયદામાં સુધારો કરી હવેથી ઇ-સિગારેટના ઉત્પાદન, આયાત, જાહેરાત અને વેચાણ, (ઓનલાઇન સહિત) વિતરણ, વ્યાપાર, આયાત ઉપર પ્રતિબંધ મુકવા સુધારા વિધેયક રજૂ કરી તેને સજા પાત્ર કોગ્નિઝેબલ ગુન્હાની વ્યાખ્યામાં સમાવેશ કરતી જોગવાઇનો સમાવેશ કર્યો છે.

દારૂ પીને જાહેરમાં દંગલ કરનાર, અસભ્ય વર્તન કરનારને ૩ વર્ષ સુધીની કેદ, દંડની જોગવાઇ અને નશાબંધીની અમલવારી કરનાર ફરજ પરના અધિકારીને અડચણ, હુમલો કરનારને 5 વર્ષ સુધીની કેદ અને રૂા. 5 લાખથી ઓછો નહી તેટલા દંડની જોગવાઇ કરી છે