Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આનંદો : Gorakhpur Expressમાંથી આજે એકપણ પોઝિટિવ કેસ ન મળ્યો

આનંદો : Gorakhpur Expressમાંથી આજે એકપણ પોઝિટિવ કેસ ન મળ્યો

0
91
  • રાબેતામુજબ રાજધાની એક્સપ્રેસમાં સૌથી વધુ છ કેસો મળ્યાં
  • ટ્રેનોમાં ચકાસણી દરમિયાન કુલ 8 કોરોના પોઝીટીવ કેસ મળ્યાં

અમદાવાદઃ કોરોનાના ઘટી રહેલા પ્રભાવ વચ્ચે ગુરુવારે કાલુપુર સ્ટેશને ગોરખપુર એક્સપ્રેસ (Gorakhpur Express) ટ્રેનમાંથી એક પણ કોરોના પોઝિટિવ કેસો  ન મળ્યો. જો કે જુદી જુદી ટ્રેનોના મુસાફરોની આજે હાથ ધરાયેલી ટેસ્ટિંગની કામગીરીમાં બુધવાર જેટલાં જ 8 કોરોના પોઝિટિવ ના કેસો મળ્યા હતા.

ગુરુવારે 1190 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા

રાજધાની એક્સપ્રેસમા રાબેતામુજબ સૌથી વધુ છ કોરોનાપોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આજે શોધાયેલા 8 કેસોમાંથી 6 કેસો રાજધાની એક્સપ્રેસમાંથી મળી આવ્યા હતા. આજે 1190 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 8 કેસો મળી આવ્યા હતા.

આ 8 કેસો પૈકીના માત્ર 2 દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ઊભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે 6 દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરા વાઇરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સમરસ કોવિડ સેન્ટરમાં વિદ્યાર્થીઓના રૂમના તાળા તૂટ્યા: વસ્તુઓ ચોરાઇ

આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતીય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતિત થતો હતો.

બીજીતરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતીય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

રાજધાની એક્સપ્રેસના 508 મુસાફરોનું ટેસ્ટિંગ Gorakhpur Express

જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. આજે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ – દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 508 મુસાફરોનું ટેસ્ટીંગ થયું હતું. તેમાંથી 6 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.

જયારે ગોરખપુર એક્સપ્રેસ (Gorakhpur Express)ટ્રેનમાં આવેલા 348 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી એક પણ કેસ કોરોના પોઝિટિવ કેસ મળ્યા નથી. જયારે મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 334 પ્રવાસીઓની ચકાસણીમાં 2 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.

આ પણ વાંચોઃ નર્મદામાં કોરોના વોરિયર્સ સામે મામલતદારનું બીભત્સ વર્તન: આરોગ્ય કર્મીઓની હડતાળ

આમ સરવાળે આજે કુલ 1190 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 8 મુસાફરો કોરોના પોઝિટિવનીકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.