નવી દિલ્હી: Googleએ Google Year in Search 2022ની યાદી જાહેર કરી છે. ગૂગલે આ વર્ષે સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ટોપિક પર જાણકારી આપી છે. Google Year in Search 2022માં IPLને સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવી છે. તે પછી લોકોએ કોરોનાને લઇને બનાવવામાં આવેલી સાઇટ CoWinને સર્ચ કરી છે.
Advertisement
Advertisement
ફીફા વર્લ્ડકપ પણ ટૉપ સર્ચમાં
ભારતમાં લોકોએ ફીફા વર્લ્ડકપ અને એશિયા કપને પણ સર્ચ કર્યુ છે. ‘What is’ સેક્શનમાં અગ્નિપથ સ્કીમને લઇને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યુ છે જ્યારે NATO અને NFTને લઇને પણ લોકોએ ઘણુ સર્ચ કર્યુ છે. ‘How t’o સેક્શનની વાત કરીએ તો વેક્સીન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની રીતને લોકોએ ગૂગલ પર ઘણુ શોધ્યુ છે. PTRC ડાઉનલોડ કરવાની રીતને પણ લોકોએ સર્ચ કર્યુ છે.
બ્રહ્માસ્ત્ર સર્ચમાં ટૉપ પર
મૂવી કેટેગરીની વાત કરીએ તો આ યાદીમાં Brahmastra: Part One – Shiva સૌથી વધુ સર્ચ સાથે ટોપ પર છે. જ્યારે K.G.F: Chapter 2 બીજા અને ધ કાશ્મીર ફાઇલ્સ ત્રીજા સ્થાન પર છે. ચોથા સ્થાન પર RRR અને 5માં સ્થાન પર કાંતારાને લઇને સર્ચ કરવામાં આવ્યુ છે.
ન્યૂઝ ઇવેન્ટની વાત કરવામાં આવે તો લતા મંગેશકરના મૃત્યુને લઇને લોકોએ સૌથી વધુ સર્ચ કર્યુ છે. જ્યારે સિદ્ધૂ મૂસેવાલાના મોત સાથે જોડાયેલા સમાચારને પણ લોકોએ ગૂગલ પર ઘણુ શોધ્યુ છે. આ યાદીમાં ત્રીજા સ્થાન પર રશિયા-યૂક્રેન વોર રહ્યુ છે. રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધ વિશે અપડેટને લઇને પણ લોકોએ સર્ચ કર્યુ છે.
કૉકટેલને પણ ઘણુ સર્ચ કરવામાં આવ્યુ
રેસિપીની વાત કરીએ તો પનીર પસંદાને સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવ્યુ છે. મોદક આ યાદીમાં બીજા સ્થાન પર છે. જ્યારે Sex On the beach ત્રીજા સ્થાન પર છે. મહત્વપૂર્ણ છે કે Sex on the beach એક કૉકટેલ છે, જેમાં વોડકા, પીચ શ્રેપ્સ, ઓરેન્જ જ્યૂસ અને ક્રેનબેરી જ્યૂસ સામેલ છે.
Near me એટલે કે મારી પાસે કેટેગરીમાં Covid vaccine near meને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યુ છે જ્યારે આ યાદીમાં Swimming pool near me બીજા નંબર પર રહ્યુ છે અને Water park near me ત્રીજા સ્થાન પર છે.
ટોપ સર્ચ કરવામાં આવેલા લોકો
1. નુપુર શર્મા
2. દ્રોપદ્રી મૂર્મુ (રાષ્ટ્રપતિ)
3. રિશી સુનક (બ્રિટનના વડાપ્રધાન)
4. લલિત મોદી
5. સુષ્મિતા સેન
Advertisement