Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > ગુજરાત સરકારે Ph.Dના વિદ્યાર્થીઓને આપી ખુશખબર

ગુજરાત સરકારે Ph.Dના વિદ્યાર્થીઓને આપી ખુશખબર

0
639

સરકારે રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં પીએચડીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્તમાનમાં રાજયમાં પીએચડી કરનાર વિદ્યાર્થીની સંખ્યા ઓછી છે. રાજ્યની યુનિવર્સિટી અને કોલેજોમાં પીએચડી ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓ ઓછા મળી રહ્યા છે. તેને લીધે સરકારે પીએચડીને પ્રોત્સાહન આપવા માટે પીએચડી કરનાર વિદ્યાર્થીઓને સહાય કરવાનો નિર્ણય લીધો છે.

કેસીજીના નિર્દેશક અને રાજ્યની યુનિવર્સિટીના કુલપતીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પીએચડી કરનાર વિદ્યાર્થીઓને સહાય આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે પીએચડીના વિદ્વાનો વધારવા માટે બજેટમાં 20 કરોડથી વધુ રકમ આપવાનું નિર્ણય કર્યો છે. આ રકમથી પીએચડી કરનાર વિદ્યાર્થીઓને દર મહિને 15000 રૂપિયા આપવામાં આવશે અને દર વર્ષે 2 લાખ રૂપિયાની સહાયતા કરવામાં આવશે. આ માટે એક્સપર્ટ પ્રોફેસરોની સમિતિ બનાવવામાં આવશે. આ પ્રોફેસર દ્વારા જે વિદ્યાર્થીઓની અરજી સ્વીકારવામાં આવશે, તે વિદ્યાર્થીઓને સરકારી મદદ અને સ્ટાઈપેન્ડનો લાભ મળશે.

મીડિયા સાથે વાત કરતા કેસીજીના સલાહકાર જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા હમણા જ મુખ્યમંત્રીના આદેશથી 20 કરોડ રૂપિયા અલગથી જોગવાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 20 કરોડ રૂપિયાને બજેટમાં અલગથી રાખવામાં આવશે અને બજેટ પછી દરેક વિદ્યાર્થીને 15 હજાર રૂપિયા આપવાની યોજના બનાવાઈ રહી છે.

દવાઓ વગર બાળકની હાઇટ વધારવી છે? તો ઝડપથી ફોલો કરો આ ટિપ્સ